SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ • ૧૪૫ ગોઠવવાનું સામ્ય નજરે પડશે. (ખ) શૂન્યવાદી બૌદ્ધાચાર્ય નાગાર્જુનની મધ્યમકકારિકા અને વિજ્ઞાનવાદી વસુબંધુની વિંશિકા તથા ત્રિશિકા સાથે દિવાકરશ્રીની કૃતિઓ સરખાવતાં એમ લાગે છે કે એ આચાર્યો ઉપર એકબીજની અસર અવશ્ય છે. (ગ) વૈશેષિકસૂત્ર અને ન્યાયદર્શનના અભ્યાસે તો સન્મતિની રચનામાં દિવાકરશ્રીને ખાસ પ્રેરણા આપ્યાનું ભાન થાય છે. તેથી એ દર્શનોનાં સૂત્રો અને સન્મતિ વચ્ચે ભાષા તેમ જ ગદ્યપદ્યનો ભેદ હોવા છતાં શુદ્ધ તર્કદષ્ટિના ઉપયોગનું એમાં મુખ્ય સામ્ય છે. રચનાનો ઉદ્દેશ દિવાકરશ્રીએ સન્મતિતર્ક બે ઉદ્દેશથી રચ્યો હોય તેમ લાગે છે : (૧) સ્વસંપ્રદાયમાં વિચારશક્તિ અને તર્કબળ કેળવી પ્રજ્ઞાનો વિકાસ કરવો, અને (૨) જૈનેતર દર્શનના વિદ્વાનોમાં જૈન મૂળ તત્ત્વોની પ્રતિષ્ઠા કરવી. જૈન નિગ્રંથો મૂળથી જ જ્ઞાનપ્રિય છતાં ત્યાગપ્રધાન હતા. તેથી તેઓમાં આત્મશ્રદ્ધાનું તેજ હતું, પણ તે કાળક્રમે ધીરે ધીરે સ્થૂલ માન્યતા અને સ્કૂલ રૂઢિઓમાં જકડાઈ સંકુચિતપણામાં બદલાઈ ગયું હતું. તેથી આગમપાઠી સાધુસંઘ મોટે ભાગે શબ્દસ્પર્શી થઈ ગયો હતો અને તેથી ભગવાનના વ્યાપક સિદ્ધાંતો દેશ-કાળ પ્રમાણે ઘટાવી તેનો વિસ્તાર કરાવને બદલે તેઓ નવી પરિસ્થિતિમાત્રથી ભડકતા અને નવા વિચારો અને વ્યવહારો તેમને તદ્દન અસહ્ય થઈ પડતા. કોઈ ચાલતી પ્રથા બહારનો વિચાર મૂકે કે મૂળ વસ્તુને નવા રૂપમાં સમજાવે તો તેને તેઓ શ્રદ્ધા વિનાનોસમ્યગ્દર્શન વિનાનો-કહી વગોવતા. વિચાર અને આચારનું જે વિશિષ્ટ બળ શ્રમણસંઘમાં હતું તેનો ઉપયોગ માત્ર પ્રાચીનતાની રક્ષા કે રૂઢિ સાચવવામાં જ થતો. આ સ્થિતિ દિવાકરશ્રીને ખટકી. તેઓને લાગ્યું કે ભગવાનના ઉદાર અને ગંભીર સિદ્ધાંતો બહુ જ વ્યાપક બની શકે તેમ છે. તે સિદ્ધાંતો દેશકાળના બંધનથી પર હોવાને લીધે તેનો પ્રજ્ઞા વડે બહુ જ વિસ્તાર કરી શકાય તેમ છે અને તેમાં જૂનું કે નવું જે કાંઈ વાસ્તવિક હોય તે બધું સમાવવાનો અવકાશ છે. ફક્ત તે માટે સૂક્ષ્મ વિચાર કેળવવો જોઈએ, તર્કશક્તિ ખીલવવી જોઈએ અને પ્રજ્ઞાનો વિકાસ કરવો જોઈએ. દિવાકરશ્રીની પ્રતિભાને ભગવાનના સિદ્ધાંતોની ખૂબીઓનું ઊંડું અને સ્પષ્ટ દર્શન થયું હતું; જયારે બીજો શ્રમણવર્ગ એ વસ્તુ સાંભળવા સુધ્ધાં તૈયાર ન હતો; ઊલટું, ભગવાનના જ સિદ્ધાંતની પોષક, પણ માત્ર નવી એકાદ દલીલ સાંભળી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy