________________
૧૪૪ - અનેકાન્ત ચિંતન પ્રતિપાદનશૈલી
પ્રવચનસારની શૈલી મુખ્યપણે આગમિક છે. એમાં તાર્કિક શૈલીની છાયા છે, જ્યારે સન્મતિમાં શુદ્ધ તાર્કિક શૈલી પ્રધાનપદે છે. કહેવાની વસ્તુ ભલે ગમે તે હોય, પણ એને તર્કની તીણ શાણ ઉપર ચઢાવી અને બુદ્ધિની કસોટીએ કસીને જ દિવાકરશ્રી કહે છે. પ્રવચનસારની શૈલી આગમિક એટલા માટે છે કે તેમાં તત્ત્વનું નિરૂપણ કરતાં કરતાં ડગલે ને પગલે ઉપદેશ દેવાતોજાય છે. તે સાંભળતાં એમ ભાન થાય છે કે જાણે આપણે ધર્મસ્થાન કે ઉપાશ્રયમાં બેસી કોઈ મહામના નિગ્રંથના મુખેથી શ્રદ્ધાપૂર્વક ઉપદેશમિશ્રિત જૈનતત્ત્વ સાંભળી રહ્યા છીએ; ત્યારે સન્મતિની બાબતમાં એમ નથી. એમાં ઉપદેશનો છાંટોયે નથી. એમાં તો શુદ્ધ જૈન તત્ત્વો પોતાની ઢબે દિવાકરશ્રી પ્રવાહબદ્ધ વર્ણવે જ જાય છે. એને સાંભળતાં એમ લાગે છે કે જાણે કોઈ પ્રતિભામૂર્તિ તાર્કિકશિરોમણિના મુખેથી જૈન તત્ત્વો સાંભળી રહ્યા છીએ.
પ્રસ્તુત બને ગ્રંથો જૈન તત્ત્વજ્ઞાન અને સંપ્રદાયના પોષક છે, છતાં બન્નેમાં મોટો તફાવત છે. એક જૈનમત સાથે સાથે તેના એક ફાંટાનું પોષણ કરે છે, જયારે બીજો કોઈ ફાંટાના પોષણમાં ન ઊતરતાં માત્ર જૈન તત્ત્વજ્ઞાનને જ સ્થાપે છે અને વ્યવસ્થિત કરે છે. પ્રવચનસારનું ચારિત્રવર્ણન દિગંબર શાખાનું પોષણ કરે છે, પણ સન્મતિને કોઈ શાખની કશી જ પડી નથી. એ તો ભગવાન મહાવીરની દૃષ્ટિ સ્પષ્ટ કરવા, તેને વ્યવસ્થિત રીતે સમજાવવા અને તર્ક ઉપર તેની માંગણી કરવા મથે છે. બૌદ્ધ અને વૈદિક ગ્રંથો સાથે સરખામણી
દિવાકરશ્રીના સમયનો સવાલ હજી વિચારવા જેવો હોવાથી કાળના પૌર્વાપર્યનો વિચાર છોડી માત્ર સરખામણી માટે કેટલાક પ્રાચીન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથો લઈએ. પ્રવચનસાર જોતાં તેના પ્રણેતા આચાર્ય કુંદકુંદના માનસમાં ત્રણ જૈનેતર દર્શનોના અભ્યાસથી છાપ પડેલી દેખાય છે અને તે પણ સ્થૂલ : સાંખ્ય, વૈશેષિક અને બૌદ્ધ. એ ત્રણ ઉપરાંત ન્યાય, વેદ, ઔપનિષદ આદિ બીજાં તત્કાલીન પ્રસિદ્ધ જૈનેતર દર્શનોના અભ્યાસની ઊંડી અને વિસ્તૃત છાપ દિવાકરશ્રીના માનસમાં પડેલી છે, એ તેઓશ્રીની સન્મતિ, બત્રીસીઓ વગેરે કૃતિઓ જોતાં સ્પષ્ટ થાય છે. (ક) સાંખ્યાચાર્ય ઈશ્વરકૃષ્ણની કારિકાઓ લો અને સન્મતિ સાથે સરખાવો. ભાષા અને સંપ્રદાયનો ભેદ બાદ કરીએ તો એ બેમાં છંદનું તેમ જ પોતપોતાના વિષયને તર્કપદ્ધતિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org