________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ? • ૩૭ પ્રામાણ્યનો ભાસ ભિન્ન ભિન્ન બુદ્ધિમાં થતો નથી, તેમ માનવું જોઈએ. જો ભિન્ન ભિન્ન બુદ્ધિથી ભાસ માનવામાં આવે તો અનવસ્થા થાય. તે એવી રીતે કે કોઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વિદિત પણ થયું; છતાં તેનું પ્રામાણ્ય તો બીજા સંવાદક જ્ઞાનથી કે અર્થક્રિયાજ્ઞાનથી માનવું પડે. હવે જે જ્ઞાનને પ્રામાણ્યગ્રાહક માનીએ તે પણ જો સત્યરૂપે નિશ્ચિત ન થયું હોય તો પૂર્વજ્ઞાનનું પ્રામાણ્ય શી રીતે નિશ્ચિત કરી શકે ? જે પોતે જ અનિશ્ચિત હોય તે બીજાનો નિશ્ચય ન કરી શકે. આથી પ્રામાયગ્રાહકરૂપે માની લીધેલ બીજા જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા ત્રીજું જ્ઞાન અને તેનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા ચોથું જ્ઞાન એમ અનુક્રમે કલ્પના વધતાં અનવસ્થામાં જ પરિણામ પામે. તેથી એમ જ માનવું યોગ્ય છે કે કોઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે તેની સાથે જ તેનું પ્રામાણ્ય પણ પ્રકાશિત થઈ જાય છે.
આ વિષયમાં પરતઃવાદીનું કહેવું છે કે જેમ અપ્રામાણ્ય પરતોગ્રાહ્ય છે, તેમ પ્રામાણ્ય પણ પરતો ગ્રાહ્ય માનવું જોઈએ. કોઈ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે મિથ્યા હોય તે તેનું અયથાર્થત્વ કાંઈ તે જ વખતે જણાતું નથી, પણ કાં તો વિસંવાદ થવાથી કે પ્રવૃત્તિ નિષ્ફળ જવાથી કાલાન્તરે તેનું અયથાર્થત્વ માલૂમ પડે છે. તેવી રીતે યથાર્થત્વના સંબંધમાં પણ માનવું જોઈએ. જ્ઞાન ઉત્પન્ન થયું અને તે ભાસિત પણ થયું, છતાં તેનું યથાર્થત્વ સંવાદ અગર પ્રવૃત્તિ સાફલ્યથી જણાવાનું. આમ માનતાં અનવસ્થા થવાનો ભય રાખવાનું કારણ નથી, કારણ કે મનુષ્યની જિજ્ઞાસા પરિમિત હોવાથી બેત્રણ ઉપરાઉપર થતાં જ્ઞાનના પ્રામાણ્ય સુધી તે લંબાય ખરી, પણ એમ ને એમ તે જિજ્ઞાસા પ્રામાણ્યના વિષયમાં જ બની રહે એમ બનતું નથી. બીજી વાત એ છે કે જો પ્રામાયને જ્ઞાનના નિર્ણય સાથે જ નિર્ણાત માની લેવામાં આવે તો જે વિષયને વારંવાર જોવાનો અભ્યાસ ન હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રામાણ્ય માટે જે સંદેહ થાય છે તે સંભવી ન શકે, કારણ કે જ્ઞાન થયું કે તેનું પ્રામાણ્ય નિર્ભીત થઈ જ ગયું, પછી મારું આ જ્ઞાન સત્ય છે કે અસત્ય એવા સંદેહને અવકાશ જ ન રહે. તેથી પ્રામાણ્યને અપ્રામાણ્યની પેઠે પરતોશેય માનવું યોગ્ય છે.
સ્વતાવાદીનું વલણ પ્રત્યેક જ્ઞાનમાં એક સામાન્ય નિયમ માની લેવા તરફ છે. તેથી તે કહે છે કે પરતઃપક્ષમાં આવી પડતી અનવસ્થા દૂર કરવા જો પરતઃવાદીને કોઈ પણ જ્ઞાન સ્વનિર્મીત માનવું પડે તો પછી તે જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org