________________
૩૮ ૯ અનેકાન્ત ચિંતન પ્રથમનાં બધાં જ્ઞાનોનું પ્રામાણ્ય સ્વતોmય શા માટે ન માનવું? સ્વતઃવાદીનો પક્ષ અભ્યાસદશાના અનુભવને આશરીને છે; તેથી તે કહે છે કે જે વિષય જોવા જાણવાનો બહુ પરિચય હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રામાણ્ય માટે કોઈને કદી સંદેહ થતો નથી. તેથી સમજાય છે કે પરિચિત વિષયના જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાન સાથે જ નિર્ણાંત થઈ જાય છે. હવે જ્ઞાનનું સ્વરૂપ તો એક જ પ્રકારનું હોય તો તેથી અભ્યાસ કે અનભ્યાસવાળા દરેક સ્થળોનાં જ્ઞાનના પ્રામાણ્યના સંબંધમાં એક જ નિયમ માની લેવો ઘટે છે. આથી ઊલટું, પરતઃવાદીનો પક્ષ ચિત્તવ્યાપારના અનુભવ ઉપર અવલંબેલો છે. તે કહે છે કે દરેક જ્ઞાનના પ્રામાણ્યમાં કંઈ સંદેહ થતો નથી. જ્યાં સંદેહ ન થાય ત્યાં સ્વતો ગ્રાહ્ય છે જ, તેથી અનવસ્થાને અવકાશ નથી; પણ એક જગ્યાએ સંદેહ ન થવાથી સ્વતો ગ્રાહ્ય માનીએ એટલે તે પ્રમાણે જ્યાં સંદેહ થતો હોય ત્યાં પણ સ્વતો ગ્રાહ્ય માની લેવું એ અનુભવવિરુદ્ધ છે. જે વિષય જાણવાનો બહુ પરિચય નથી હોતો તેનું જ્ઞાન થતાંવેંત તેના પ્રામાણ્યની બાબતમાં જરૂર સંદેહ થાય છે. તેથી માનવું જોઈએ કે તેવા સ્થળમાં પ્રામાણ્ય સ્વતોગ્રાહ્ય નથી.
જ્ઞાન : આ વિષયની ચર્ચાનો વિકાસ થતાં સ્વતઃપરત ની ચર્ચા પ્રામાણ્યમાંથી આગળ વધી કેવલજ્ઞાનમાં ઊતરી. સ્વતઃવાદીઓમાં ત્રણ પક્ષ પડ્યા. એક એમ માનતો કે જ્ઞાન સ્વપ્રકાશ હોઈ પોતે જ પોતાને જાણે છે. આ પક્ષ ગુરુ(પ્રભાકર)નો છે. બીજો પક્ષ ભટ્ટ(કુમારિલ)નો છે. તે એમ માનતો કે જ્ઞાન સ્વપ્રકાશ તો નથી. પણ પરપ્રકાશ્ય એટલે અન્ય જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ કરવા યોગ્ય પણ નથી, માત્ર પરોક્ષ હોઈ અનુમિતિ દ્વારા જાણી શકાય છે. ત્રીજો પક્ષ મુરારિ મિશ્રનો છે. તે નૈયાયિકોની પેઠે એમ માનતો કે જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, પણ તે સ્વપ્રકાશ નથી. પશ્ચાદ્ભાવી અનુવ્યવસાયજ્ઞાન દ્વારા પૂર્વ જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે.
આ ત્રણે પક્ષો જોકે જ્ઞાનના સ્વરૂપમાં એકમત નથી, છતાં તેઓ મીમાંસક હોઈ સ્વત:પ્રામાણ્ય પક્ષને વળગી રહી પોતપોતાની જ્ઞાનસ્વરૂપની કલ્પનામાં પણ સ્વત:પ્રામાયને ઘટાવી લે છે; અને તેથી એમ કહેવું જોઈએ કે આ ત્રણ પક્ષ પ્રમાણે જ્ઞાન યા તો સ્વ દ્વારા ગૃહીત થાય યા અનુમિતિ દ્વારા યા અનુવ્યવસાય દ્વારા, પણ જ્યારે તે જ્ઞાન ગૃહીત થાય ત્યારે તેનું પ્રામાણ્ય પણ તેની સાથે જ ગૃહીત થઈ જાય છે.
કાર્ય: કાર્યના વિષયમાં બન્ને પક્ષનો આશય જણાવ્યા પહેલાં પ્રામાણ્ય અને તેનું કાર્ય એ બે વચ્ચે શું અંતર છે તે જાણવું જોઈએ. પ્રામાણ્ય એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org