________________
૨૦૮ અનેકાન્ત ચિંતન માટે માતૃચેટનું નામ અત્યારે છેક જ અપરિચિત થઈ ગયું છે. એની કૃતિ કે કૃતિઓ વાસ્તે તો જાણે કે ભારતના ભંડારોમાં જરા પણ જગ્યા જ ન હોય એમ બન્યું છે; જ્યારે એની કૃતિનાં સીધેસીધાં કે આડકતરાં અનુકરણો બ્રાહ્મણ અને જૈન પરંપરામાં હજી પણ અસ્તિત્વ ધરાવે છે.
છેલ્લાં સો વર્ષમાં થયેલા યુરોપિયન ગવેષકોમાંથી એમ. એ. સ્ટીન મહાશયે ખુતાન (Khetan)થી અને એ. ગ્રનવેડેલ તથા એ. વૉન લે કૉગ એ બે મહાશયોએ તુરફાન(Turfan)માંથી ગ્રંથાવશેષો મેળવ્યા ન હોત અને તે અવશેષોનું પ્રકાશન પ્રો. સિલ્વનું લેવી વગેરેએ કર્યું ન હોત તો અશ્વઘોષ તેમ જ માતૃચેટ વિશે યુરોપમાં ભાગ્યે જ કોઈ કાંઈ વિશેષ જાણવા પામ્યું હોત. અહીં માતૃચેટ અને તેની કૃતિ અધ્યદ્ધશતક મુખ્યપણે પ્રસ્તુત છે. તેથી એને વિશે એ નિર્વિવાદપણે કહી શકાય કે માતૃચેટ અને અધ્યદ્ધશતક વિશેની અત્યાર લગી જે માહિતી અને સાધનસંપત્તિ આપણને પ્રાપ્ત થાય છે, તેનો પ્રધાન યશ ઉપર નિર્દેશેલ સ્ટીન અને લેવી વગેરે મહાશયોને જ ભાગે જાય છે. તેમના પછી તો અનેક યુરોપિયન સ્કૉલરોએ માતૃચેટ અને તેની જુદી જુદી કૃતિઓ વિશે અનેક યુરોપિયન સ્કૉલરોએ માતૃચેટ અને તેની જુદી જુદી કૃતિઓ વિશે અનેક પ્રયત્નો કર્યા છે અને છેલ્લે ભારતીય વિદ્યાના અધ્યાપક વિન્તનિત્વે પોતાની “હિસ્ટ્રી ઓફ ઇંડિયન લિટરેચર'ના બીજા ભાગમાં માતૃચેટ અને અધ્યદ્ધશતક વિશે પર્યાપ્ત માહિતી આપી છે. આ બધું છતાં જો ભગીરથ પ્રયત્ની ભિક્ષ રાહુલ સાંકૃત્યાયને ૧૯૨૬ની બીજી વારની ટિબેટ યાત્રા વખતે સા-સ્કયા (sa-skya) નામના ટિબેટન વિહારમાંની પોણો ઇંચ ધૂળથી રંગાયેલ ઉપેક્ષિતપ્રાય ભારતીય જ્ઞાન-સંપત્તિ ઉપર હસ્તસ્પર્શ કર્યો ન હોત, તો આજે જે મૂળ સંસ્કૃત રૂપમાં જ પૂર્ણ અધ્યદ્ધશતક આપણને સુલભ થયું છે તે થયું ન હોત અને અધ્યદ્ધશતકના ટિબેટન તેમજ ચાઇનીઝ અનુવાદો ઉપરથી અને તુરફાનમાંથી પ્રાપ્ત થયેલ ખંડિત ભાગોના અપૂર્ણ અનુસંધાન પરથી જ તે વિશે યુરોપિયન સ્કૉલરોએ જે કાંઈ લખ્યું છે તે દ્વારા જ જાણવાનું રહેત. સંસ્કૃતના અભ્યાસી આપણે ભારતીય આજે માતૃચેટની મૂળ સંસ્કૃત કૃતિને વાંચવા સમજવા ને વિચારવા સમર્થ થયા છીએ તેનો એકમાત્ર યશ ભિક્ષુ સાંકૃત્યાયનને જ ભાગે જાય છે.
૧. A History of Indian Literature, vol. Iની પ્રસ્તાવના, પૃ. ૯. ૨. જુઓ, એજન, પૃ. ૨૨૯ થી ૨૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org