________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ ૦ ૨૫૩ મોક્ષ અને સંવર છે, જ્યારે ન્યાય-વૈશેષિક પરિભાષામાં સંસાર, અજ્ઞાન, અપવર્ગ અને તત્ત્વજ્ઞાન છે, તેમ જ સાંખ્ય-યોગ પરિભાષામાં સંસાર, અવિવેક, મોક્ષ અને વિવેક છે. આ રીતે તુલના કરતાં બધાં જ બ્રાહ્મણશ્રમણ દર્શનો મુખ્ય વસ્તુમાં એકમત થઈ જતાં હોવાથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેનિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. ૧૧૮
દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ આત્મસિદ્ધિને ઉદાર દૃષ્ટિથી તેમ જ તુલનાર્દષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મનો મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવો છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારનો યોગ આવશ્યક છે.
શ્રી મુકુલભાઈ એમ. એ. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક છે. પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની એમની ઇચ્છા જાણી ત્યારે મેં એને વધાવી લીધી. એમણે આખો ગ્રંથ વિવેચન સહિત મને સંભળાવ્યો. એ સાંભળતાં જ મારો પ્રથમનો આદર અનેકગણો વધી ગયો અને પરિણામે કાંઈક લખવાની સ્ફુરણા પણ થઈ. હું કોઈ અધ્યાત્માનુભવી નથી. તેમ છતાં મારો શાસ્રરસ તો છે જ. માત્ર એ રસથી અને બને ત્યાં લગી તટસ્થતાથી પ્રેરાઈ મેં કાંઈક ટૂંકું છતાં ધાર્યા કરતાં વિસ્તૃત લખ્યું છે. જો એ ઉપયોગી નહિ નીવડે તોય આ શ્રમ મારી દૃષ્ટિએ વ્યર્થ નથી. આ તક આપવા બદલ હું શ્રી મુકુલભાઈનો આભાર માનું છું. કુળ જૈન નહિ છતાં શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોને વાંચી, સમજી તૈયાર થવા અને ‘આત્મસિદ્ધિ’નું સંસ્કરણ તૈયાર કરવા માટે તેમનો આભાર માનવો જોઈએ.
“શ્રીમદ્ રાજચંદ્રના ‘આત્મસિદ્ધિશાસ્ર’(ગૂજરાત વિદ્યાપીઠ)નું પુરોવચન
૧. શ્રીમદ્ રાજચંદ્રના ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ (ગૂજરાત વિદ્યાપીઠ)નું પુરોવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org