________________
૨પર - અનેકાન્ત ચિંતન વેદાંતી એને માયાભિન્ન બ્રહ્મ પણ કહે છે. “ધમ્મપદ' જેવા બૌદ્ધ ગ્રંથોમાં આત્મા-અત્તા અને પુગ્ગલ પદ છે, પણ આગળ જતાં એનું નિરૂપણ રૂપથી ભિન્ન ચિત્ત કે નામ પરથી પણ થયેલું છે.
જૈન દર્શન મિથ્યાદર્શન-અજ્ઞાન અને કષાય-રાગ-દ્વેષના નામે આસ્રવરૂપે જે બંધ અર્થાત્ સંસારના કારણનું નિરૂપણ કરે છે અને તેના વિપાકરૂપે જે બંધ-સંસાર કે સુખ-દુ:ખની ઘટમાળ અને પુનર્જન્મના ચક્રનું નિરૂપણ કરે છે, તે વસ્તુને ન્યાય-વૈશેષિકસમ્મત પરિભાષામાં ન્યાયાચાર્ય અક્ષપાદે પણ સ્પષ્ટ રીતે આલેખી છે. તે પોતાના સૂત્રમાં સંક્ષેપથી કહે છે કે મિથ્યાદર્શન-અજ્ઞાનથી દોષ-રાગ-દ્વેષ જન્મે છે અને રાગ-દ્વેષથી માનસિકવાચિક-કાયિક વ્યાપાર (જૈન પરિભાષા પ્રમાણે “યોગ') ચાલે છે જેને લીધે પુનર્જન્મ અને સુખ-દુઃખનું ચક્ર પ્રવર્તે છે, જે જૈન પરિભાષા પ્રમાણે “બંધ' કોટિમાં પડે છે. સાંખ્યયોગ દર્શન એ જ વસ્તુ પોતાની પરિભાષામાં મૂકતાં કહે છે કે અવિવેકથી, અજ્ઞાન યા મિથ્યાદર્શનથી રાગદ્વેષાદિ ક્લેશ દ્વારા દુઃખ અને પુનર્જન્મની પરંપરા પ્રવર્તે છે. વેદાંતદર્શન પણ એ જ વસ્તુ અવિદ્યા અને માયાથી કે અધ્યાસથી વર્ણવે છે. બૌદ્ધ દર્શનમાં જે અવિદ્યા, સંસ્કાર આદિ બાર કડીઓની શૃંખલા છે, જે પ્રતીત્યસમુત્પાદને નામે જાણીતી છે, તે જૈન દર્શન સમ્મત આગ્નવ, બંધ અને ન્યાય-વૈશેષિકસમ્મત મિથ્યાદર્શન, દોષ આદિ પાંચ કડીઓની શૃંખલા અને સાંખ્યયોગસમ્મત અવિવેક અને સંસાર એનો જ વિશેષે વિસ્તાર છે.
જૈન દર્શન પ્રમાણે જે સંવર મોક્ષના ઉપાય તરીકે વર્ણવેલ છે અને તેના ફળરૂપે જે મોક્ષ-તત્ત્વનું નિરૂપણ છે તેને જ ન્યાય-વૈશેષિક અનુક્રમે સમ્યજ્ઞાન-તત્ત્વજ્ઞાન અને અપવર્ગને નામે વર્ણવે છે, સાંખ્ય યોગ વિવેકભેદજ્ઞાન અને મોક્ષના નામે વર્ણવે છે; જ્યારે બૌદ્ધ દર્શન નિર્વાણગામિની પ્રતિપદામાર્ગને નામે અને નિર્વાણને નામે વર્ણવે છે. બૌદ્ધ દર્શનમાં અન્ય દર્શનોની પેઠે આત્મા, ચેતન, બ્રહ્મ કે પુરુષ નામથી આત્મસ્વરૂપનું જોઈએ તેટલું વર્ણન નથી, એટલે ઘણા લોકો એને અનાત્મવાદી માની બેસે છે, પણ એ ભૂલ છે. અનાત્મવાદી હોય તે પુનર્જન્મ કે પરલોક ન માને; જ્યારે બુદ્ધ પુનર્જન્મ અને તેનાં કારણ તેમ જ કર્મની નિવૃત્તિ અને નિર્વાણ ઉપર ખાસ ભાર આપી ચાર આર્યસત્યોને પોતાની આગવી શોધ બતાવી છે : (૧) દુઃખ, (૨) એનું કારણ તૃષ્ણા, (૩) નિર્વાણ, અને (૪) એનો ઉપાય આર્ય - અષ્ટાંગિક માર્ગ. એ જ ચાર આર્યસત્ય જૈન પરિભાષામાં બંધ, આગ્નવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org