________________
૮૦ અનેકાન્ત ચિંતન
એ જ જીવનનું મુખ્ય સાધ્ય છે. આર્ય દર્શનોની દરેક પરંપરા જીવનશોધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમો વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનશોધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે. જીવનશોધનની જેને પ્રક્રિયા
જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાનંદરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મોહના અનાદિ પ્રવાહને આભારી છે. અજ્ઞાનને ઘટાડવા અને તદ્દન નષ્ટ કરવા તેમ મોહનો વિલય કરવા જૈન દર્શન એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને બીજી બાજુ તે રાગદ્વેષના સંસ્કારો નષ્ટ કરવા કહે છે. જૈન દર્શન આત્માને ત્રણ ભૂમિકાઓમાં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને મોહનું પૂર્ણ પ્રાબલ્ય હોય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્ત્વ વિચારી ન શકે તેમજ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની ઇચ્છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ બહિરાત્મા કહેવાય છે. જીવની આ પ્રથમ ભૂમિકા થઈ. આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર બંધ પડવાનો કદી સંભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલો વિકાસ દેખાય છતાં ખરી રીતે એ આત્મા અવિકસિત જ હોય છે.
વિવેકશક્તિનો પ્રાદુર્ભાવ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારોનું બળ ઘટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન અંતરાત્મા કહે છે. આ ભૂમિકા વખતે જોકે દેહધારણને ઉપયોગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ ઓછીવત્તી ચાલતી હોય છે, છતાં વિવેકશક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદ્વેષની મંદતાના પ્રમાણમાં એ પ્રવૃત્તિ અનાસક્તિવાળી હોય છે. આ બીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હોવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનું તત્ત્વ હોય છે. બીજી ભૂમિકાનાં સંખ્યાબંધ ચડતાં પગથિયાં જયારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની દશાને પ્રાપ્ત થયો કહેવાય છે. આ જીવનશોધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે. જૈન દર્શન કહે છે કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનર્જન્મનું ચક્ર હંમેશને માટે તદ્દન થંભી જાય છે.
આપણે ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક (મિથ્યાષ્ટિ) અને મોહ (તૃષ્ણા) એ બે જ સંસાર છે અથવા સંસારનાં કારણો છે. તેથી ઊલટું, વિવેક અને વીતરાગત્વ એ જ મોક્ષ છે અથવા મોક્ષનો માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org