________________
‘શ્રીમદ્ રાજચંદ્ર’——એક સમાલોચના ૦ ૨૭૩
વગર વિચાર્યે ધર્મને નામે ધાંધલ કરી મૂકનારા, અત્યારે તો શ્વસુરગૃહની પેઠે પરદેશમાં વસતી સંતતિના જૈન પૂર્વજોએ ચારેક દશકા પહેલાં વીરચંદ ગાંધીના ધર્મપરિષદ નિમિત્તે અમેરિકાપ્રવાસ વખતે જ્યારે ભારે ધાંધલ મચાવી, ત્યારે તે જ ધનમસ્ત વ્યાપારીઓની વચ્ચે વ્યાપારી તરીકે રહેવા છતાં શ્રીમદ્ પરદેશગમનના નિષેધ પરત્વે જે વિચાર દર્શાવ્યો છે, તે વિચાર પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીની પેઠે કેવો વિવેકપૂર્ણ અને નિર્ભય છે ! એ જૈન સમાજની પ્રકૃતિનો ઘોતક હોઈ તેમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. તેઓ લખે છે :
ધર્મમાં લૌકિક મોટાઈ, માનમહત્ત્વની ઇચ્છા, એ ધર્મના દ્રોહરૂપ છે.’ ‘ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાનો માન-મહત્ત્વ-મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તો બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિનો સવાલ મુખ્ય—એ ધર્મદ્રોહ જ છે.
‘વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ‘ધર્મ જ મુખ્ય એવો રંગ ત્યારે અહોભાગ્ય.' (૭૦૬) શ્રીમદ્દ્ના પરિચિત મિત્રો, સંબંધીઓ અને કદાચ આશ્રયદાતાઓ પણ કેટલાક કટ્ટર મૂર્તિવિરોધી સ્થાનકવાસી હતા. તે પોતે પણ પ્રથમ એ જ મતના હતા, પણ જ્યારે તેમને પ્રતિમા વિશે સત્ય સમજાયું ત્યારે કોઈની તે પરવા કર્યા સિવાય પ્રતિમાસિદ્ધ વાસ્તે તેમણે ૨૦મે વર્ષે જે લખ્યું છે, તેમની વિચારગંભીરતાનું ઘોતક છે. જિજ્ઞાસુ એ (૨૦) મૂળ લખાણ જ વાંચી પરીક્ષા કરે. એ જ રીતે માત્ર જૈનપરંપરાના અભ્યાસીએ શ્રીમદ્નું વિચારકપણું જોવા ખાતર, તેમણે આ યુગે ક્ષાયિક સમ્યક્ત્વ સંભવ કે નહિ એ વિશે કરેલી ચર્ચા (૩૨૩) તેમના જ શબ્દોમાં વાંચવા જેવી છે. વિશિષ્ટ લખાણો
શ્રીમદ્દ્નાં લખાણોને હું ત્રણ ભાગમાં વહેંચી તેમાંથી નાની કે મોટી પણ કાંઈક વિશિષ્ટતા ધરાવતી કેટલીક કૃતિઓનો અત્રે પરિચય આપવા ઇચ્છું છું. પહેલા વિભાગમાં હું એવી કૃતિઓને મૂકું છું કે જે ગદ્ય હોય કે પદ્ય
૧. જુઓ આ ગ્રંથ દર્શન અને ચિંતન) પાન ૧૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org