________________
૨૭૪ અનેકાન્ત ચિંતન પણ જેની રચના શ્રીમદ્ એક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિ તરીકે જ કરી હોય. બીજા વિભાગમાં તેમનાં એવાં લખાણો લઉં છું કે જે કોઈ જિજ્ઞાસુને તેના પ્રશ્નોના ઉત્તરમાં અગર અન્ય પ્રસંગથી લખાયેલાં હોય. ત્રીજા વિભાગમાં એવાં લખાણો આવે છે કે જે આપમેળે ચિંતન કરતાં નોંધરૂપે લખાયાં હોય અગર તેમના ઉપદેશમાંથી જન્મ્યાં હોય.
હવે પહેલા વિભાગની કૃતિઓ લઈએ. (૧) “પુષ્પમાળા' આ તેમની ઉપલબ્ધ કૃતિઓમાંથી સર્વપ્રથમ છે. તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દૃષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાતુ પાઠ્ય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા જોકે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તો એ છે કે તે સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કૃતિ વિશે મને એક જ વાક્ય કહેલું. જે તેની વિશેષતા વાસ્તે પૂરતું છે. તે વાક્ય એ કે, “અરે, એ “પુષ્પમાળા' તો પુનર્જન્મની સાક્ષી છે.”
મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તેવો હોય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્તે “પુષ્પમાળા' રચ્યા પછી શ્રીમદૂને અંતર્મુખ અધિકારીઓ વાસ્તે કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પોષવા ખાતર એક બીજી કૃતિ રચી. એનું નામ એમણે ઉદ્દેશ અને વિષયને અનુરૂપ એવું “મોક્ષમાળા' (૪) રાખ્યું. માળા એટલે ૧૦૮ મણકા પેઠે ૧૦૮ પાઠ સમજી જ લેવાના. એનો બીજો ભાગ “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા' એમણે લખવા ધારેલો જે લખાતાં રહી ગયો. છતાં સદભાગ્યે એમાં એમણે લખવા ધારેલ વિષયોની યાદી કરેલી તે લભ્ય છે (૮૬૫). એ વિષયો ઉપર કોઈ વિશિષ્ટ પ્રજ્ઞાશાલીએ લખવા જેવું છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
મોક્ષમાળા'માં ચર્ચેલા ધર્મના મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ લક્ષી લીધેલા છે. તે વખતે તેમનાં પ્રથમ પરિચિત સ્થાનકવાસી પરંપરા અને શાસ્ત્રોની તેમાં સ્પષ્ટ છાપ છે; છતાં એકંદર રીતે એ સર્વસાધારણ જૈન સંપ્રદાય વાસ્તુ અનુકૂળ થઈ પડે એ રીતે જ મધ્યસ્થપણે લખાયેલ છે. “મોક્ષમાળા'ની અનેક વિશેષતાઓ એના વાચનથી જ જાણવી યોગ્ય છે,
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only