________________
શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૨૭૫ છતાં અહીં તેની એક વિશેષતા નોંધવી યોગ્ય છે. સોળ વરસ અને ત્રણ મહિના જેટલી નાની ઉંમરે, કોઈ સ્કૂલ કે કૉલેજમાં અગર તો સંસ્કૃત યા ધાર્મિક પાઠશાળામાં નહિ ભણેલ છોકરા રાયચંદની એ ત્રણ દિવસની રમત છે, અને છતાંય આજે પ્રૌઢ અભ્યાસીને એમાં સુધારવા જેવું ભાગ્યે જ દેખાશે.
હવે પાછળથી ર૯મે વર્ષે રચાયેલ “આત્મસિદ્ધિશાસ્ત્રને (૬૬૦) સગવડ ખાતર પ્રથમ લઈએ. એમાં ૧૪૨ દોહા છે. એનું શાસ્ત્ર નામ સાર્થક છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પક્વ છે. અવલોકન અને ચિંતન વિશાળ તેમ જ ગંભીર છે. જેને વસ્તુ જાણવી હોય અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કરવો હોય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાઠ્ય છે. સન્મતિ, પડ્રદર્શનસમુચ્ચય, યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથોનું તે તારણ છે; અને છતાંય તેમાં તાત્કાલિક ગચ્છ, પંથ અને એકાંત પ્રવૃત્તિનું સ્વાનુભવસિદ્ધ વર્ણન અને સમાલોચન પણ છે. સર્વસાધારણ માટે તો નહિ, પણ જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. જો આમાં જૈન પરિભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધર્મસિદ્ધાંતો ચચ્ય હોત તો એ ભાગ ગીતાના બીજા અધ્યાયનું સ્થાન લેત. આજે ગીતા જેવા સર્વમાન્ય થઈ શકે એવા પદ્યપુસ્તકની માગણી જૈન લોકો તરફથી થાય છે. શ્રીમદ્ સામે એ વાત પ્રગટ રૂપમાં આવી હોત તો તેઓ એ ખોટ ગુજરાતી ભાષા દ્વારા યોગ્ય રીતે દૂર કરત. અલબત્ત, આને સમજવામાં અધિકાર આવશ્યક છે. તર્કશાસ્ત્રની શુદ્ધ અને ક્રમિક દલીલો બુદ્ધિશોધન સિવાય ન સમજાય. એક બાજુ, દુરાગ્રહથી ઘણા આને સ્પર્શતા કે જાણતા પણ નથી; બીજી બાજુ, આને સર્વસ્વ માનનાર, સદા પાઠ કરનાર અને સમજવાની વાસ્તવિક રીતે તૈયારી કરતા નથી. બને એકાંતો છે.
આ શાસ્ત્રનાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતરો થયાં છે, પણ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. જૈન પરંપરાના સર્વમાન્ય ગુજરાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર સરકારી, રાષ્ટ્રીય કે અન્ય કોઈ પણ સંસ્થાના પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે.
વિશિષ્ટ ભાષાંતરકૃતિમાં દિગંબરાચાર્ય કુંદકુંદકૃત પ્રાકૃત પંચાસ્તિકાયનું તેમણે ગુજરાતીમાં કરેલું અવિકલ ભાષાંતર (૭૦૦) આવે
છે. વિવેચનકૃતિઓમાં આધ્યત્મિક શ્વેતાંબર મુનિ આનંદઘનજી (૬૯૨), Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org