SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ૦ અનેકાન્ત ચિંતન ' ભગવાનના અહિંસાના સિદ્ધાંતમાંથી જન્મેલા જીવજંતુ-વિજ્ઞાનનું માહાસ્ય દર્શાવતાં કહે છે કે “હે ભગવન્! બીજા વાદીઓને જેનો સ્પર્શ સુધ્ધાં નથી થયો એવો આ પજવનિકાયનો વિસ્તાર તે જે દર્શાવ્યો છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમ એવા આ વાદીઓ તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સાથે ઝૂકી ગયો છે”, ૧, ૧૩. - ભગવાનની શિષ્ય પરંપરાના સામર્થ્યનું વર્ણન કરતાં જણાવે છે કે “હે ભગવન્! વનવિહારી, અવધૂત અને અનગાર હોવાથી જેઓની ક્યાંય નિષ્ઠા-આસક્તિ નથી એવા જવલંત ચિત્તવાળા તારા પ્રશિષ્યો જે જાતનો યશ વિસ્તારે છે તેટલો પણ યશ એક સમૂહમાં સંકળાયેલા આ એકાંતવાદીઓ નથી મેળવી શકતા; અર્થાત્ જગતમાં ત્યાગ અને ચારિત્રની જ પૂજા થાય છે, પણ વાદવિવાદ કે ખંડનમંડનની ધમાલને કોઈ પૂછતું પણ નથી.” ૧, ૧૫. - આગમોના માધુર્યને લીધે જાણે ભગવાન મહાવીરનો સાક્ષાત્કાર જ ન થતો હોય એવો પોતાનો અનુભવ નિવેદતા કહે છે કે – હે જિનેન્દ્ર ! આજે પણ તારી વાણીને ઉકેલતાં એમ લાગે છે કે જાણે તું પોતે જ સાક્ષાત્ તારા વચનામૃતનું પાન કરાવી રહ્યો છે. એ તારી પ્રાકૃત વાણી સ્વાભાવિક છે, મધુર છે, નયના પ્રસંગોથી વિસ્તરેલી છે અને અનેક ભેદ-પ્રભેદોના ભાવોથી પેશલ છે.” ૧, ૧૮. ભગવાનનું કર્મવિજ્ઞાનશાસ્ત્ર તો અદ્ભુત છે, એવું એ બીજા કોઈથી કહી શકાયું નથી એમ બતાવતાં કહે છે કે – કર્તા સિવાય કર્મ હોઈ શકતું નથી. જે કર્યા છે તે જ કર્મના ફળનો ભોક્તા છે–એ સિદ્ધાંતને અવલંબી તેં જે આઠ પ્રકારનું પૌદ્ગલિક કર્મ પ્રરૂપ્યું છે તેવું સંસારમાં બીજો કોઈ કહી શક્યો નથી.” ૧, ૨૬. કેવળ માનસિક કર્મ જ શુભાશુભ ફળને આપનારું છે અને કાયિક કે ૧. સરખાવો– 'अकृत्रिमस्वादुपदां परमार्थाभिधायिनीम् । सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥' –આ હેમચંદ્રના કાવ્યાનુશાસનનું મંગલ ૨. જુઓ, “સૂત્રકૃતાંગ સૂત્રમાં આવેલા કેટલાક પરમતોનો ઉલ્લેખ પુરાતત્ત્વ પુસ્તક ૩, પૃ. ૧૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy