SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦૦ અનેકાન્ત ચિંતન માતૃચેટે બુદ્ધનું શાસન અવગણનાર વિશે જે કહ્યું છે તે જ હેમચંદ્ર બીજી ભંગીમાં વધારે ભારપૂર્વક વીતરાગનું શાસન અવગણનાર વિશે કહ્યું છે : હે મુનિશ્રેષ્ઠ ! આ પ્રકારના કલ્યાણયુક્ત તારા શાસનનો જે અનાદર કરે તે કરતાં બીજું વધારે ભૂંડું શું?' હે વીતરાગ ! જે અજ્ઞાનીઓએ તારું શાસન નથી અપનાવ્યું, તેઓના હાથમાંથી ચિંતામણિ રત્ન જ સરી ગયું છે અને તેઓએ પ્રાપ્ત અમૃતને નિષ્ફળ કર્યું છે. માતૃચેટ વિરોધાભાસ દ્વારા બુદ્ધની પ્રભુતા બુદ્ધના જીવનમાંથી જ તારવી સ્તવે છે કે, હે નાથ ! તેં પ્રભુ-સ્વામી છતાં વિનેય-શિષ્ય-વાત્સલ્યથી સેવા કરી, વિક્ષેપો સહ્યા; એટલું જ નહિ, પણ વેશ અને ભાષાનું પરિવર્તન સુધ્ધાં કર્યું. ખરી રીતે, હે નાથ ! તારા પોતામાં પ્રભુપણું પણ હમેશાં નથી ... હોતું. તેથી જ તો બધાઓ તને પોતાના સ્વાર્થમાં સેવકની માફક પ્રેરે છે. | હેમચંદ્ર પણ વિરોધાભાસથી છતાં બીજી રીતે જૈન દષ્ટિ પ્રમાણે પ્રભુત્વ વર્ણવે છે : હે નાથ ! તે બીજા પ્રભુઓની માફક કોઈને કાંઈ આપ્યું નથી તેમ જ બીજા પ્રભુઓની માફક કોઈની પાસેથી કાંઈ લીધું નથી; અને છતાંય તારામાં પ્રભુત્વ છે. ખરેખર, કુશળની કળા અનિવાર્ચનીય જ હોય છે.' બુદ્ધે કોઈ પણ સ્થિતિમાં કલ્યાણકારી સ્વપ્રતિપદાનું–મધ્યમપ્રતિપદાનું લંઘન નથી કર્યું એ ગુણની સ્તુતિ માતૃચેટ જેવી શબ્દરચના ને ભંગીને અવલંબી કરી છે તેવી જ શબ્દરચના અને ભંગીને વધારે પલ્લવિત કરી તેમાં હેમચંદ્ર અતિ ઉદાત્ત ભાવ ગોઠવ્યો છે : ૧. મધ્ય પર્વ ન્યથાનિત તકૃષિપુક્રવા शासनं नाद्रियन्ते यत् किं वैशसतरं ततः ॥९१।। ૨. વીત– શ્ચન્તામળિઃ પોતેષાં નબા સુધા મુધા यैस्ते शासनसर्वस्वमज्ञानैर्नात्मसात्कृतम् ॥१५, ३॥ ૩. અપ્સ–પ્રા: શેપા વૃતા સેવા વેશબાપાન્તર વૃતમ્ | नाथ वैनेयवात्सल्यात् प्रभुणापि सता त्वया ॥११६।। प्रभुत्वमपि ते नाथ सदा नात्मनि विद्यते । वक्तव्य इव सर्वैर्हि स्वैरं स्वार्थे नियुज्यसे ॥१७॥ ૪. વીત –ાં ન લિસ્ટિઐવિઝાd fવતાના प्रभुत्वं ते तथाप्येतत्कला कापि विपश्चिताम् ॥११, ४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy