________________
નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો • ૧૨૧ નિગોદવાદમાં છે?
બ્રહ્મ માયાયુક્ત થઈને અનંત જીવરાશિમાં પરિણામ પામ્યું, અને પછી એ જીવો નિગોદમાં આત્યંતિક અજ્ઞાનમાં રહી સ્વાભાવિક રૂપે માયા(કર્મ, અજ્ઞાનતા ?)ને ક્ષીણ કરતાં કરતાં કાંઈક વીર્યનો વિકાસ પ્રાપ્ત કરી, ક્રમશઃ આત્મિક શક્તિઓને વધારી ને ખીલવી, મુક્તિ પ્રાપ્ત કરી બ્રહ્મમાં મળી જાય છે. એ મત નિગોદ જીવોની સંસ્થા દ્વારા શું આડકતરી રીતે પ્રતિપાદિત નથી થતો ?
આપે નિગોદના જીવોને “જીવની પ્રાથમિક અવસ્થામાં બતાવ્યા છે. તે પ્રાથમિક' શબ્દ શું આડકતરી રીતે સૃષ્ટિની રચનાની આદિ તો સૂચવતો નથી ?
ઉત્તર : અવ્યવહાર-રાશિના જીવો, કે જે કદી વ્યવહાર-રાશિને પામ્યા નથી, તેઓના કર્મપ્રવાહનું કારણ પ્રધાનતઃ મિથ્યાત્વ (અજ્ઞાન યા અવિદ્યા) છે; કષાય તથા યોગ અપ્રધાન (ગૌણ) કારણ છે. તેથી વ્યવહાર-રાશિમાં ન આપવા છતાં અજ્ઞાનની તીવ્રતાને લઈ તેઓના કર્મબંધપ્રવાહમાં અનુપપત્તિ નથી. એ જોવાની હીનતમ અવસ્થાનું મુખ્ય કારણ અજ્ઞાનની તીવ્રતા છે.
- હવે પ્રશ્ન એ રહ્યો કે તે અજ્ઞાન આવ્યું ક્યાંથી અને ક્યારે ? તેનો ઉત્તર અનાદિ કહેવા સિવાય બીજો નથી. વેદાન્તની પ્રક્રિયા માનવાથી પણ સમાધાન થઈ શકતું નથી, કેમ કે તે પ્રક્રિયામાં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે કે જે જૈન પ્રક્રિયામાં ઉદ્દભવે છે. બ્રહ્મમાં માયા ક્યાંથી આવી અને શા માટે આવી? ઈશ્વરકૃત સૃષ્ટિ માનવાથી પણ બુદ્ધિને સંતોષ થાય તેમ નથી, કારણ કે બુદ્ધિ શબ્દચાતુર્ય માત્રથી રંજિત થતી નથી; તે તો ફરી પ્રશ્ન પૂછવા ખડી થઈ જાય છે કે ઈશ્વરે એ પ્રમાણે શા હેતુથી, ક્યારે અને
ક્યાં કર્યું? ઉત્તર ન મળવાથી તે ત્યાં થાકી જાય છે, અને ત્યારે ત્યાં પણ શ્રદ્ધા જ તેની જગ્યા લે છે. ખરી રીતે તો આવા પ્રશ્નોના વિષયમાં બુદ્ધિ કાર્ય કરી શકતી નથી. તેથી ત્યાં શ્રદ્ધાથી જિજ્ઞાસાને તૃપ્ત કરવી જોઈએ; અથવા તો કાંઈ પણ છે જ નહિ એવું માની લઈ નાસ્તિક અથવા શૂન્યવાદી બની જવું જોઈએ, અથવા જીવરાશિને ઉડાવી દઈ ચાર્વાક બની જવું જોઈએ. અને આ જ કારણને લઈને બહુ મનુષ્યોએ ચાર્વાકના પક્ષને ગ્રહણ કર્યો છે; બહુ શુન્યવાદી પણ બન્યા છે; છતાં ઘણા શ્રદ્ધાજીવી પણ રહ્યા, અને જેઓએ માત્ર તર્કવાદનો આશ્રય લીધો છે તેઓ તો અંત સુધી અસંતુષ્ટ રહીને કાં તો પાગલ બન્યા છે અને કાં તો મરણ પણ પામ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org