________________
૨૩૨ ૦ અનેકાન્ત ચિંતન થવાની પૂરી તૈયારી કરે છે. એટલામાં પુત્ર હર્ષવર્ધન આવી ભેટે છે અને માતાને સતી થવાના નિશ્ચયથી રોકવા પગમાં પડે છે. માતા ગગદ થઈ પુત્રને નિશ્ચય આડે આવતાં વારે છે. તેમ કરતાં તેની આંખો આંસુભીની હોવાથી તે પાસે પડેલ એક હંસની આકૃતિવાળા પાત્રમાંથી મોટું ધોવા પાણી લે છે. એ પાત્ર છે રૂપાનું અને તે એક તામ્રમય સુંદર પૂતળી ઉપર રાખેલું છે. એ પૂતળી આઠેક વર્ષની સુંદર કન્યાની આકૃતિ ધરાવે છે અને તેનું લાવણ્ય શરીર સાથે ચોંટી ગયેલ એવા અત્યંત ઝીણા વસ્ત્રના છેડામાં આવેલી પાતળી લાલ રંગની કિનારીથી અંકિત છે. આ પૂતળી અને તે ઉપર રાખેલ રૂપાના પાત્રનું મનોરમ શ્લેષમાં વર્ણન કરતાં બાણે જે સમાસગર્ભિત વાકય યોજયું છે તે આ :
__ मग्नांशुकपटान्ततनुताम्रलेखालांछितलावण्यकुब्जिकावजितराजतराजहंसास्यसमुद्गीर्णेन पयसा प्रक्षाल्य मुखकमलम् ।
આ ૧૬ શબ્દોના શ્લેષપ્રધાન સમાસના અઘરા અર્થો ઠીક ઠીક સમજવા અને શબ્દોને માર્યા-મચડ્યા વિના તેમાંથી તે અર્થો ઘટાવવા ડૉ. અગ્રવાલને ખૂબ પ્રયત્ન કરવો પડ્યો, પણ જયારે તેમણે તક્ષશિલામાંથી સિરકપની ખોદાઈ કરતાં મળેલ એક ચાંદીનું હંસાકૃતિ પાત્ર જોયું અને સાથે જ શ્રી કુમારસ્વામીના “હિસ્ટરી ઑફ ઈન્ડિયન એન્ડ ઇન્ડોનેશિયન આર્ટ નામના પુસ્તકમાં ફલક ૪૦માના ચિત્ર ૧૫૯માં ગુપ્તકાલીન તામ્રમય બુદ્ધમૂર્તિનું અવલોકન કર્યું ત્યારે તેમને શ્લેષમાંથી ફલિત કરેલા પાંચ અર્થો પૈકી પ્રથમ અને મહત્ત્વનો અર્થ પૂરેપૂરો સમજાયો, અને તેમણે ઊંડી નિરાંત અનુભવી. એ પાંચે અર્થો તેમણે પૃ. ૯૮ થી ૧૦૨ સુધીમાં બહુ કુશળતાથી દર્શાવ્યા છે. આપણે અહીં પ્રથમ અને મુખ્ય અર્થ શો છે અને તે ઉપર સૂચવેલ પાત્ર અને મૂર્તિ એ બે કલાકૃતિઓની મદદથી કેવી રીતે સ્પષ્ટ કર્યો છે તે જોઈએ. તક્ષશિલાથી મળેલું પાત્ર એક તો ચાંદીનું એટલે કે રજત છે અને બીજું તે રાજહંસની આકૃતિવાળું ૬ ઇંચ ઊંચું છે. એ જ રીતે શ્રી કુમારસ્વામીવાળી બુદ્ધ પૂર્તિ એક તો તામ્રમય છે અને બીજું, તેના ઉપર સાવ પલળીને શરીર સાથે ચોંટી ગઈ હોય તેવી ઝીણી ચાદરના છેડાની એક પાતળી ધારી છાતી ઉપર અંકિત છે. એ જ રીતે ડૉ. આર. સી. હાજરાનો CU (A Passage in Bana Bhatta's Harshacharita, Poona Orientalist) જેમાં કુજિકા પદનો અર્થ દ્રયમલ આદિ તંત્ર ગ્રંથોને આધારે આઠ વર્ષની અવિવાહિત કન્યા દર્શાવાયેલો છે તે અર્થ ડૉ. અગ્રવાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org