________________
હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૩૩ એક શિલ્પાકૃતિમાં જોયો અને શ્રી હાજરાએ તંત્રને આધારે દર્શાવેલા અર્થના ખરાપણાની પ્રતીતિ કરી. એ શિલ્પાકૃતિ મહોલી (મથુરા)માંથી પ્રાપ્ત થયેલ રાણીને પડખે ઊભેલ એક પરિચારિકા સેવિકાની છે, જેના હાથમાં મધુપાનનું પાત્ર છે અને જે હજુ સ્ત્રીભાવનનાં પ્રકટ લક્ષણો વિનાની છે. ઉપર સૂચવેલ તક્ષશિલાવાળું ચાંદીનું રાજહંસાકૃતિ પાત્ર, શરીરથી અલગે ન દેખાય એવું તેની સાથે ચોંટી ગયેલ ઝીણું વસ્ત્ર ધારણ કરનાર અને માત્ર છાતી ઉપર દેખાતી પાતળી ધારીથી કપડાની કિનારીનો ખ્યાલ પૂરો પાડનાર તાંબાની બનેલી લાલ ગુપ્તકાલીન બુદ્ધમૂર્તિ, તેમ જ મહોલીમાંથી પ્રાપ્ત થયેલ હાથમાં મધુપાનનું પાત્ર લઈ રાણી પાસે ઊભી રહેલ તેની પરિચારિકા–કુન્નિકાની આકૃતિ–આ ત્રણ શિલ્પોને આધારે ડૉ. વાસુદેવ હર્ષચરિતમાંના ઉપર નિર્દેશેલ ૧૬ પદના સમાસ-વક્યમાંથી જે મુખ્ય અર્થ કાઢ્યો છે તે જ બાણને
અભિપ્રેત છે, એ વિશે હવે લેશ પણ શંકા રહેતી નથી. ઉક્ત કલામય શિલ્પો પ્રાપ્ત થયાં ન હોત અને પ્રાપ્ત છતાં કુશળ નેત્ર સામે ઉપસ્થિત થયાં ન હોત તેમ જ ઉપસ્થિત છતાં તેનો મર્મ પકડાયો ન હોત કે એ મર્મનો બાણના કથન સાથે મેળ સંધાયો ન હોત તો બાણનું ખરું વક્તવ્ય શું છે તે અત્યારે બાણ વિના કે બીજા કોઈ સર્વજ્ઞ યોગી વિના કોઈ કહી શકત નહિ એ ચોક્કસ છે અને તેથી જ આજ સુધીમાં બાણનો એ ગ્રંથ પઠનપાઠનમાં કે વાચનમાં ચાલુ હોવા છતાં કોઈ ખરો અર્થ દર્શાવી શક્યો નથી, જ્યારે એ ખરો અર્થ દર્શાવવાનું માન ડૉ. વાસુદેવને ફાળે જાય છે અને તે અર્થની શોધના આધાર કહી શકાય એવાં કળાશિલ્પનોને ફાળે જાય છે. તે વાક્યનો ખરો અને પૂરો અર્થ આ પ્રમાણે નીકળે છે :
રાણી યશોમતીએ આઠ વર્ષ જેટલી ઉંમરની કન્યા કબ્બિકાએ નમાવેલ ચાંદીના હંસાકૃતિ પાત્રમાંથી પાણી લઈ મોટું ધોયું. એ કુન્નિકા સજીવ કન્યા હો કે તેવી આકૃતિની પૂતળી હોય, બન્ને સંભવે છે. એનું લાવણ્ય શરીર ઉપર ઓઢેલ બહુ જ ઝીણા વસ્ત્રની લાલ તાંબા જેવી ધારથી વિશિષ્ટ રૂપે લક્ષિત થતું. વસ્ત્ર એવું ઝીણું હતું કે તે શરીરથી જુદું ન પડતું હોવાને લીધે એવો ભાસ કરાવે કે જાણે પાણીથી પલળેલું હોઈ શરીર સાથે ચોંટી ગયું હોય. આવા વેષને માટે અંગ્રેજીમાં “વેટ પરી’ શબ્દ છે તે તરફ ડૉક્ટરે ધ્યાન ખેંચ્યું છે.
રાજ્યવર્ધનના વીરરસવર્ણન-પ્રસંગે બાણે જે એક વાક્ય પ્રયોજયું છે તે આ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org