________________
૨૩૪૦ અનેકાન્ત ચિંતન
दर्पात् परामृशन् नखकिरणसलिलनिर्झरैः समरभारसम्भावनाभिषेकमिव चकार दिङ्नागकुम्भकूटविकटस्य बाहुशिखरकोशस्य वामः पाणिपल्लवः ।
આનો અર્થ સ્પષ્ટ કરવામાં ડૉ. વાસુદેવે અહિચ્છત્રામાંથી પ્રાપ્ત થયેલ એક રમકડા ઉપરની ગુપ્તકાલીન વીરવેષની આકૃતિનો આધાર લીધો છે, જેમાં પુરુષની ડાબી બાજુએ લાંબી તલવાર છે અને જમણી બાજુએ નાની તલવાર લટકે છે. નાની એટલે કોણીથી આંગળી સુધી લાંબી, જેને સંસ્કૃતમાં અસિપત્તિકા કે કિા (છરી) કહે છે અને ભુજપાલિકા ઉપરથી બનેલો ભુજાલી શબ્દ પણ તે માટે હિંદીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે એ ભુજાલીને એક પ્રકારની કટારી કે કૃપાણ કહી શકાય. બીજો આધાર તેમણે અજંતાના ચિત્રનો લીધો છે, જેમાં એવી નાની તલવાર જમણા હાથમાં ધારણ કરેલ પુરુષ ચિત્રિત છે અને તેની મૂઠ પાસે મ્યાન ઉપર હસ્તિમસ્તકની આકૃતિ છે. ઉક્ત રમકડા અને ચિત્રમાંથી વીરવેષસૂચક આકૃતિને આધારે બાણે યોજેલ ઉપર લિખિત વાચનો (પૃ. ૧૨૦) અર્થ ડૉ. વાસુદેવે એવી કુશળતાથી ઘટાવ્યો છે કે તે જ બાણને અભિપ્રેત હોવા વિશે જેમ શંકા નથી રહેતી તેમ એ બાબતમાં પણ શંકા નથી રહેતી કે બાણે જે વર્ણન કર્યું છે તે નજરે જોયેલ કોઈ વાસ્તવિક દૃશ્યનું જ વર્ણન છે.
ઉપર સૂચિત વાક્યના એકંદર ત્રણ અર્થો શ્લેષ-ચમત્કાર દ્વારા ફલિત કરવામાં આવ્યા છે. તેમાંથી એક અર્થ દિવ્યપરીક્ષાને લગતો છે, જેમાં અપરાધી મનાતી વ્યક્તિ પોતાની સચ્ચાઈ કે નિર્દોષતા સિદ્ધ કરવા તત્કાલીન પ્રથા પ્રમાણે સવસ સ્નાન કરી ભીના કપડે કૂંડાળામાં ઊભી રહે છે અને ઇષ્ટ દેવમૂર્તિનું અભિષેક-જળ અંજલિમાં લઈ પીએ છે. બીજો અર્થ તે વખતે જાણીતી એક કિંવદંતી કે લોકવાયકાને સૂચવનારો છે. એ કિંવદંતી કાલિદાસના મેઘદૂતકાવ્યમાંની ‘વિનાનાં પથિ પરિહરન્ સ્થૂનહસ્તાવલેપાર્’ એ કડીમાં પણ સૂચવાયેલી માનવામાં આવે છે. એનો ભાવ એ છે કે પાંચમા સૈકામાં થયેલ સુપ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિનાગ પોતાના ગુરુ વસુબંધુના રચેલ અભિધર્મકોશની સૂક્ષ્મ અને તાર્કિક સ્થાપના પ્રતિપક્ષીઓ સમક્ષ સાભિમાન કરતો. ત્રીજો, પણ પ્રસ્તુત અર્થ તો રાજ્યવર્ધનને લગતો છે. જ્યારે રાજ્યવર્ધન પોતાના પિતા પ્રભાકરવર્ધનના મૃત્યુથી શોકાતુર હતો અને શોકના આવેગમાં વિરક્ત વૃત્તિથી વલ્કલ ધારણ કરવાની તૈયારીમાં હતો ત્યારે એણે અચાનક પોતાના બનેવી ગ્રહવર્માના માલવરાજ દ્વારા થયેલ વધના તેમ જ પોતાની બહેન રાજ્યશ્રી કૈદ થયાના સામાચાર સાંભળ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org