________________
૧૫૮. અનેકાન્ત ચિંતન . ઉપસંહાર
એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે સંસ્કૃત ટીકા અગર પ્રાકૃત મૂળ ગ્રંથનું ગમે તેટલું મહત્ત્વ હોય અથવા તેની સંશોધિત આવૃત્તિનું ગમે તે સ્થાન હોય, છતાં એ ગ્રંથની સર્વસાધારણ ઉપર છાપ પાડવા કહો કે તેનું જ્ઞાન બહુભોગ્ય કરવા કહો એના ગુજરાતી, હિંદી આદિ અનેક ભાષાઓમાં સુગમ અને સુલભ અનુવાદો થવા જ જોઈશે અને અનુવાદ મારફત જેમ ઉપનિષદો કે દાર્શનિક-વૈદિક સૂત્રગ્રંથો વિશેષ ને વિશેષ લોકપ્રિય થતા જાય છે તેમ અનુવાદ મારફત જ સન્મતિને એ સ્થાન અપાવી શકાય.
| દિવાકરશ્રીને ગ્રંથરચનાનો ઉદ્દેશ એક એ પણ હતો કે જેમ વૈદિક અને બૌદ્ધ સાહિત્ય લોકપ્રિય તેમ જ વિદ્વપ્રિય થતું જાય છે તેમ જૈન સાહિત્ય પણ થાય, અને તેથી જ તેઓશ્રીએ કેવળ સંસ્કૃતમાં કે કેવળ પ્રાકૃતમાં ગ્રંથરચના ન કરતાં તે વખતની પ્રસિદ્ધ બને ભાષાઓમાં ગ્રંથરચના કરી છે. અલબત્ત, એ ખરું કે તેઓશ્રીની બધી કૃતિઓ જેટલી ઉચ્ચતમ છે તેટલી જ તે સતી અને અસ્પૃશ્ય રહી છે, પણ એ વિરોધ દૂર કરવાનો અને તેની ઉચ્ચતમતાનો આસ્વાદ લેવાનો કલિયુગ હવે આવી લાગ્યો છે. તેથી જેટલી કૃતિઓ જીવિત છે તે બધીનો અનુવાદ દ્વારા અને સંશોધન દ્વારા ઉદ્ધાર કરવામાં જ જ્ઞાનપૂજાનું રહસ્ય સમાયેલું છે. માત્ર ગ્રંથ અને તેનાં ઉપકરણોની પૂજામાં જ આપણે રચ્યાપચ્યા રહીએ તો તેના ચેતન-આત્મા સુધી પહોંચી ન શકીએ અને પરિણામે, ઉપાધ્યાયજી કહે છે તેમ, ક્રિયાગ્રહિલ જડપૂજક બની જઈએ. એ સ્થિતિ અનેકાંતદષ્ટિને ન શોભે. તેથી સાચા જ્ઞાનપૂજક માટે શું કર્તવ્ય છે તે જુદું કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
પ્રસ્તુત લેખ દ્વારા એક પણ વાચકની રુચિ કોઈ પણ કાળે સન્મતિતર્કના ખરા મહત્ત્વ તરફ વળશે તો પ્રયાસ સફળ જ છે. દિવાકરશ્રીનાં કેટલાંક પદ્યોનો સાર *
[આગળ કહ્યા પ્રમાણે એકંદર બધી કૃતિઓ જોતાં દિવાકરશ્રીના જીવનનું ખરું હાર્દ શું છે તે જણાઈ આવે છે અને તે એ છે કે તેમનો ભગવાન મહાવીર પ્રત્યે અનન્ય અનુરાગ છે. એ અનુરાગ આગમજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે અને તેથી શાસનની પ્રભાવના એ તેમને મન ભગવાનના સિદ્ધાંતોને સર્વગમ્ય કરવામાં છે. એ માટે તેઓ કોઈ નિર્વિચાર રૂઢિબંધન નથી સ્વીકારતા અને સમગ્ર જ્ઞાનને અનેકાંતમાં ગોઠવવા તેમ જ જૈન શ્રતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org