________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ • ૧૫૭ સચવાયેલા આકરગ્રંથનું પ્રકાશન ગુજરાતમાંથી જ થાય તો વધારે સારું, એમ સમજી કેવળ જૈન સમાજની કોઈ પણ સંસ્થાએ કરવા જોઈતા કામને ગુજરાત પુરાતત્ત્વ મંદિરે અપનાવ્યું અને વિદ્યાપીઠની ઉદાર નીતિએ એ કામ કરવામાં અકણ પ્રોત્સાહન આપ્યું. પરિણામે એના ચાર ભાગો પ્રસિદ્ધ થઈ ગયા અને છેલ્લો ભાગ થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. લગભગ વીસ-પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરી એ સંસ્થાએ ગુજરાતના ગ્રંથરત્નની કેવી આરાધના કરી છે એ વાત તો સમભાવી તટસ્થ વિદ્વાનો જ જાણી શકે.
આ સ્થળે ગુજરાત પુરાતત્ત્વ મંદિરના એ ઔદાર્યની નોંધ એટલા માટે લેવામાં આવે છે કે ઘણા ખરા એ વસ્તુ ન જાણતા હોય તેને વિદિત થાય, પણ હવે છેલ્લી અને મુદ્દાની વાત ઉપર આવીએ. સંશોધિત આવૃત્તિનો ટૂંક પરિચય
મૂળ ગ્રંથ અને ટીકાનું પઠન-પાઠન સંપ્રદાયમાં ન હતું અથવા તો તદ્દન નજીવું હતું, એમ માનવાને ઘણાં કારણો છે. પરિણામે વખત વહેવા સાથે નકલોની અને અશુદ્ધિઓની વૃદ્ધિ અનેક રીતે થતી જ ગઈ. પાઠો નષ્ટ થયા, વાક્યો ખંડિત થયાં અને કેટકેટલું અવનવું થયું ! પણ સદ્ભાગ્યે પ્રતિ સચવાઈ રહી. એવી કાગળ અને તાડપત્રની મળી ત્રીસેક પતિઓ ઉપરથી સંશોધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી અને તેમાં પાઠ-પાઠાંતરો કાયમ રાખી અનેક દષ્ટિએ ટિપ્પણી કરવામાં આવ્યાં છે, જે ગ્રંથ ભણનારને તેમ જ ઐતિહાસિક અવલોકન કરનારને કામનાં છે. એવાં ટિપ્પણી કરવામાં લગભગ ૨૫૦ જેટલા ગ્રંથોનો ઉપયોગ છૂટથી કર્યો છે. એ ઉપયોગમાં અમુદ્રિત પણ ઘણા ગ્રંથો કામમાં આવ્યા છે.
સ્યાદ્વાદમંજરી કે સ્યાદ્વાદરત્નાકર, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદકલ્પલતા ટીકા કે નયામૃતતરંગિણી, પ્રમેયકમલમાર્તડ કે પ્રમેયરત્નકોષ, સિદ્ધિવિનિશ્ચય કે ન્યાયવિનિશ્ચય, અષ્ટસહસ્ત્રી કે ન્યાયકુમુદચંદ્રોદય, નયચક્ર કે અનેકાંતજયપતાકા કોઈ પણ જૈન ગ્રંથ અગર તત્ત્વસંગ્રહ જેવા બૌદ્ધ ગ્રંથના અભ્યાસીને સન્મતિની ટીકાની પ્રસ્તુત આવૃત્તિ વધારેમાં વધારે ઉપયોગી થાય એ દૃષ્ટિએ જ ટિપ્પણમાં પ્રચુર ગ્રંથોનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી છે અને વિદ્યાપીઠના ઔદાર્યો અને પુરાતત્ત્વ મંદિરના સુલભ પુસ્તકસંગ્રહે એ પ્રેરણાને અમલમાં મુકાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org