________________
૯. સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ
જૈન શ્રુતનો બહુ મોટો ભાગ નાશ પામ્યો છે. તે નાશનાં અનેક કારણો છે, પણ આજે તેનો જેટલો અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે જૈન સંઘની શ્રુતભક્તિ. જૈન જનતા જ્ઞાનમાત્રને પૂજે છે, પણ શ્રત પ્રત્યે એની ભક્તિ એટલી જાગરૂક છે કે તે વિશે લખવા જતાં તેનો મનોરમ ઇતિહાસ તૈયાર થાય. માત્ર મોટી વયના સ્ત્રી-પુરુષો જ નહિ, પણ નાનાં કુમાર-કુમારિકાઓ સુધ્ધાં શાસ્ત્રજ્ઞાન આરાધવા તપ કરે છે, એનાં નજીવાં સાધનોની આદરપૂર્વક પૂજા કરે છે અને એ માટે પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર રહે છે. ચારિત્રપૂજાનું જૈન સંઘમાં મોટું સ્થાન છે, પણ તે જ્ઞાનના એક ભાગ તરીકે. ચારિત્ર એ જ્ઞાનનો છેલ્લો ને પરિપક્વ અંશ જ છે. તીર્થપૂજા હોય કે ગુરુપૂજા હોય, એ બધી વિવિધ પૂજઓની પાછળ જ્ઞાનભક્તિ જ રહેલી છે. એ બધાંમાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો એક જ હેતુ મુખ્ય છે.
આજે વિશિષ્ટ રીતે જૈન દર્શન જીવિત હોય તો તે એક શ્રુતને આભારી છે, અને શ્રત જીવિત હોય તો તે જ્ઞાનભક્તિને આભારી છે. બુદ્ધિમાન અને દીર્ઘદર્શી જૈન આચાર્યોએ જ્યારે જોયું કે અમુક અમુક શાસ્ત્રો વિશિષ્ટ રીતે જૈન દર્શનની પ્રભાવના કરે તેવાં છે ત્યારે ત્યારે તેઓએ તે તે શાસ્ત્રોને જૈન દર્શનના પ્રભાવક કહી તેના તરફ લોકાનુરાગ કેળવ્યો, તેના અભ્યાસને ઉત્તેજન આપ્યું. તેની પોથીઓ લખી-લખાવી તેની સાચવણીમાં ભારે ફાળો આપ્યો. આગમગ્રંથોની પ્રતિષ્ઠા તો ભગવાનની પ્રતિષ્ઠાનો એક ભાગ જ છે, પણ ત્યાર પછી રચાયેલાં ઘણાં શાસ્ત્રોમાં સન્મતિનું સ્થાન મુખ્ય છે. નેમિચંદ્રસૂરિએ રચેલ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં તેના કર્તા શ્રીસિદ્ધસેન સન્મતિતર્કને અંગે જે લખે છે તે ખાસ ધ્યાન દેવા જેવું છે. તેઓ દર્શનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org