SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૧૦૩ સર્વજ્ઞના જ વિષયભૂત એવા પદાર્થોને જો છvસ્થ (અલ્પજ્ઞ) મનુષ્ય પ્રકટ કરી શકતો નથી, તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એવા અલ્પજ્ઞો જે કાંઈ થોડું જાણી શકે છે તે જ આશ્ચર્ય માનવું જોઈએ. ૨૧ परुषवचनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः। - ધૂર્તઃ વન તો પીપાંસા નામ પરિવર્તઃ આરઝા પામર જનોનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન બોલવા માટે જ જેઓનાં મુખ તત્પર હોય છે એવા ધૂર્તજનોએ કલહને મીમાંસાના નામમાં બદલી નાખ્યું છે. परनिग्रहाध्यवसितश्चित्तैकाग्र्यमुपयाति तद्वादी । यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥२५॥ બીજાઓને નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જો વૈરાગ્યમાં મેળવે તો તે વાદી વગર વિલંબે મુક્તિ પામે. ||રપી . एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न वेत्त्यर्थम् । मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पंसः ॥२६॥ અહીં આ લોકમાં, જ્યારે મનુષ્ય સર્વ અંશોથી નિર્વચન કરવા યોગ્ય એવી એક પણ વસ્તુને પૂરી જાણી શકતો નથી તો પછી “હું” કે “મારા પ્રત્યે !” એવો પ્રકારનો ગર્વ કરવો કયા સ્વસ્થ પુરુષને યોગ્ય હોઈ શકે? ૨૬ ન્યાયાત્રિશિકા दैवखातं च वदनं आत्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः ॥१॥ મોટું દૈવે ખોડ્યું છે (બનાવી રાખ્યું છે) અને વાય પોતાને આધીન છે; જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે; એવી સ્થિતિમાં કયો નિર્લજ્જ પંડિત ન બની શકે ? ૧. द्वितीयपक्षपतीघाः सर्व एव कथापथाः । __ अभिधानार्थविभ्रान्तैरन्योऽन्यं विप्रलप्यते ॥७॥ સર્વે કથા(વાદ)માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે; છતાં શબ્દ અને અર્થમાં બ્રાંત થયેલા વાદીઓ અંદરોઅંદર વિપ્રલાપ કર્યા જ કરે છે. | एकपक्षहता बुद्धिर्जल्पवाग्यन्त्रपीडिता । श्रुतसंभावनावैरी वैरस्यं प्रतिपद्यते ॥१६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy