SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના ૦ ૨૫૭ પણ એક પક્ષ તરફ ન ઢળતાં “શ્રીમદ્ રાજચંદ્રમાંનાં લખાણોને જ તટસ્થભાવે વિચારી, એમના વિશે બંધાયેલ અભિપ્રાય અમુક મુદ્દાઓ નીચે લખવા ધારું છું. આધ્યાત્મિકતા આધ્યાત્મિકતા શ્રીમમાં બીજરૂપે જન્મસિદ્ધ હતી. આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ. એમાં સ્વનિરીક્ષણ અને તેને લીધે દોષનિવારણની તેમ જ ગુણ પોષવાની વૃત્તિનો જ સમાવેશ થાય છે. આધ્યાત્મિક વૃત્તિમાં દોષદર્શન હોય તો મુખ્યપણે અને પ્રથમ પોતાનું જ હોય છે અને બીજા તરફ પ્રધાનપણે ગુણદૃષ્ટિ જ હોય છે. આખું શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક વાંચી જઈએ તો આપણા ઉપર પહેલી જ છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. “પુષ્પમાળાથી માંડી અંતિમ સંદેશ સુધીનું કોઈ પણ લખાણ લો અને તપાસો તો એક જ વસ્તુ જણાશે કે તેમણે ધર્મકથા અને આત્મકથા સિવાય બીજી કથા કરી નથી. ત્યારે તેઓ જુવાનીમાં પ્રવેશ કરે છે, ગૃહસ્થાશ્રમ માંડે છે અને અર્થોપાર્જનના ક્ષેત્રમાં ઊતરે છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આપણે આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પોતા તરફ પરાણે જ ખેંચ્યા અને સહજવૃત્તિ તો તેમની ધર્મ પ્રત્યે જ હતી એ ભાન આપણને તેમનાં લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે એ જોઈએ કે આ ધર્મબીજ કઈ રીતે તેમનામાં વિકસે છે. બાવીસમા વર્ષને અંતે તેમણે જે નિખાલસ ટૂંકું આત્મસ્મૃતિનું ચિત્રણ કર્યું છે, તે ઉપરથી અને “પુષ્પમાળા તેમ જ તે પછીની “કાળ ન મૂકે કોઈને અને “ધર્મ વિશે” એ બે કવિતાઓમાં આવતા કેટલાક સાંપ્રદાયિક શબ્દો ઉપરથી એમ ચોખ્ખું લાગે છે કે તેમનો આધ્યાત્મિક સંસ્કાર પરંપરાગત વૈષ્ણવ ભાવનાને આશરે પોષાયો હતો; અને નાની જ ઉંમરમાં એ સંસ્કાર જે બમણા વેગે વિકાસ સાધ્યો, તે સ્થાનકવાસી જૈન પરંપરાના આશ્રયને લીધે. એ પરંપરાએ એમનામાં દયા અને અહિંસાની વૃત્તિ પોષવામાં સવિશેષ ફાળો આપ્યો લાગે છે. જોકે તેમને બાળ અને કુમારજીવનમાં માત્ર સ્થાનકવાસી જૈન પરંપરાનો જ પરિચય હતો, તોપણ ઉંમર વધવા સાથે જેમ જેમ તેમનું ભ્રમણ અને પરિચયનું ક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ તેમને અનુક્રમે મૂર્તિપૂજક શ્વેતાંબર અને પછી દિગંબર એ બે જૈન પરંપરાનો પણ પરિચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy