SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન - બિહાર-રાષ્ટ્રભાષા પરિષદે પટણામાં ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ પાસે હર્ષચરિત' ઉપર વ્યાખ્યાનો કરાવેલાં. એ વ્યાખ્યાનો એમણે પાંચ દિવસ એક એક કલાક આપેલાં, જે એ જ પરિષદ તરફથી “હર્ષચરિત : એક સાંસ્કૃતિક અધ્યયન' નામક પુસ્તકરૂપે સુવિસ્તૃત અને સુગ્રથિતરૂપે ૧૯૫૩ની સાલમાં પ્રસિદ્ધ થયાં છે. (પુસ્તકની સાઈઝ ૮ પેજી રોયલ અને પૃષ્ઠ સંખ્યા લગભગ ૩૦૦ છે. કિંમત કાચું પૂઠું રૂ. ૮ અને પાકું પૂઠું રૂ. લા છે.) શ્રીયુત અગ્રવાલજી ગુજરાતના સાક્ષરોને અપરિચિત નથી. તેઓ એક વાર ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં મથુરાના શિલ્પ-સ્થાપત્ય ઉપર ભાષણો આપવા આવેલા. તેઓ લગભગ દશ વર્ષ લગી મથુરા મ્યુઝિયમના ક્યૂરેટર પદે રહેલા. તેઓ પી. એચ. ડી. ઉપરાંત ડી. લિટુ પણ છે અને તેમણે દિલ્હીમાં સેન્ટ્રલ એશિયન એન્ટીક્વીટિઝ મ્યુઝિયમના સુપરિન્ટેન્ડેન્ટ પદે અને ભારતીય પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષપદે રહી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. તેમણે ઈ. સ. ૧૯૫૨માં લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકમુદ મુખરજી વ્યાખ્યાનમાળામાં “પાણિનિ' ઉપર ભાષણો આપેલાં. હમણાં તેઓ હિંદુ યુનિવર્સિટી, બનારસમાં ઇંડિયન આર્ટ એન્ડ આર્કિયોલૉજીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે કૉલેજ ઑફ ઇન્ડોલૉજી (ભારતીય મહાવિદ્યાલય)માં ૧૯૫૧થી કામ કરે છે. તેમનાં લખાણો હિંદી ઉપરાંત અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ થયાં છે. હિંદીમાં ચાર સંગ્રહો વિશે હું જાણું છું. પહેલો સંગ્રહ “ઉજજ્યોતિ' છે જેમાં વૈદિક નિબંધો છે. બીજા પૃથ્વીપુત્ર' સંગ્રહમાં જનપદીય-લોકસાહિત્યને લગતા નિબંધો છે. ત્રીજા “કલા ઔર સંસ્કૃતિ' સંગ્રહમાં કલા અને સંસ્કૃતિને લગતા નિબંધો છે. ચોથા “માતા ભૂમિ” સંગ્રહમાં અનેક વિષયોને લગતા પરચૂરણ નિબંધો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy