________________
૨૨૬ - અનેકાન્ત ચિંતન ભેદ ચાલ્યો આવતો, છતાં ક્યારેક એવો સમય આવી ગયો છે કે તે વખતે બૌદ્ધો અને જૈનો બન્નેએ પૌરાણિક સ્વયંભૂ શબ્દને તદ્દન અપનાવી લીધો છે. આગળ જતાં જેમ શિવ, શંકર, મહાદેવ, પુરુષોત્તમ અને બ્રહ્મા આદિ અનેક વૈદિક અને પૌરાણિક શબ્દોને પોતાના અભિપ્રેત અર્થમાં અપનાવી લેવાની પ્રક્રિયા જૈન અને બૌદ્ધ સ્તુતિપરંપરામાં ચાલી છે, તેમ ક્યારેક પહેલાના સમયમાં સ્વયંભૂ શબ્દને અપનાવી લેવાની પ્રક્રિયા પણ શરૂ થયેલી. આ શરૂઆત પહેલાં કોણે કરી તે તો અજ્ઞાત છે, પણ એટલું તો નક્કી છે કે એ શરૂઆત કોઈ એવા સમય અને દેશના એવા ભાગમાં થઈ છે જે વખતે અને
જ્યાં સ્વયંભૂની પૂજા-પ્રતિષ્ઠા બહુ ચાલતી. માતૃચેટ ઈસ્વીસનના પહેલા સૈકાનો કવિ છે. તેણે બુદ્ધ માટે સ્વયંભૂ શબ્દ વાપર્યો છે. તે ઉપર સૂચવેલ પ્રક્રિયાનું જ પરિણામ છે. હજી લગી માતૃચેટ પહેલાંના કોઈ જૈન ગ્રંથમાં મહાવીર આદિ અર્ધન માટે સ્વયંભૂ શબ્દ વપરાયેલો જણાયો નથી. તેથી ઊલટું નિર્વિવાદ રીતે માતૃચેટ પછીની જૈન કૃતિઓમાં મહાવીર આદિના વિશેષણ તરીકે સ્વયંભૂ શબ્દ વપરાયેલો મળે છે–ખાસ કરી સ્તુતિઓમાં. માતૃચેટે પણ સ્તુતિમાં જ બુદ્ધ માટે એ શબ્દ વાપર્યો છે. માતૃચેટ પછી બીજા બૌદ્ધ સ્તુતિકારો એ શબ્દ વાપરે એ તો સ્વાભાવિક જ છે. જૈન સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર, જે ઈ. સ.ના પાંચમા સૈકા લગભગ થયેલ છે, તેણે પોતાની બત્રીશીઓમાં મહાવીરની સ્તુતિ તરીકે જે પાંચ બત્રીશીઓ રચી છે, તેનો આરંભ જ “ ભુવં પૂતસહસ્ત્રનેત્ર' શબ્દથી થાય છે. ત્યાર બાદ તો જૈન પરંપરામાં સ્વયંભૂ શબ્દ પુરાતન સ્વયંસંબુદ્ધ શબ્દના જેટલી જ પ્રતિષ્ઠા પામે છે. સ્તુતિકાર સમંતભદ્ર પણ “સ્વયમુવા ભૂહિતેન ભૂતને' શબ્દથી જ સ્તોત્રની શરૂઆત કરી છે. એક વખતે બૌદ્ધ પરંપરામાં એવો પણ યુગ આવ્યો છે, કે જે વખતે સ્વયંભૂચૈત્ય, સ્વયંભૂવિહાર અને સ્વયંભૂબુદ્ધની વિશેષ પૂજા શરૂ થઈ હતી, અને તે ઉપર સ્વયંભૂપુરાણ જેવા તીર્થમાહાભ્યગ્રંથો પણ રચાયા છે. આ પુરાણ નેપાલમાં આવેલ સ્વયંભૂચૈત્ય અને તેના વિહાર વિશે અભુત વર્ણન આપે છે, જે બ્રાહ્મણપુરાણોને પણ વટાવી દે તેવું છે. આ બધું એટલું તો સૂચવે છે કે બ્રાહ્મણ અને પુરાણપરંપરામાં સ્વયંભૂનું જે સ્થાન હતું તેના આકર્ષણથી બૌદ્ધ અને જૈન સ્તુતિકારોએ પણ સુગત, મહાવીર આદિને વિશે પોતાની ઢબે સ્વયંભૂપણાનો આરોપ કર્યો અને તેઓ પોતે પણ (ભલે બીજી દૃષ્ટિએ) સ્વયંભૂને માને છે એમ પુરવાર કર્યું. આ સ્થળે એ પણ નોંધવું જોઈએ કે એક સ્વયંભૂસંપ્રદાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org