________________
સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને યોજાયા. કોઈએ એક તો કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પંથભેદો જમ્યા અને એ પંથભેદો ટૂંકી દૃષ્ટિથી પોષાતાં સાંકડા વાડા પણ બની ગયા. એટલું જ નહિ, પણ તેઓ ઘણી વાર શાબ્દિક અર્થની ખેંચતાણમાં પડી એકબીજાના ખંડનમાં ઊતરી ગયા અને દૃષ્ટિની વિશાળતા તેમ જ આત્મશુદ્ધિ સાધવાનો મુખ્ય ઉદ્દેશ જ વીસરી ગયા. એને લીધે આધ્યાત્મિક સાધના ઉપર ઊભી થયેલી પરંપરાઓ મોટે ભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. વિશેષ તો શું, પણ એક જ પરંપરામાં પણ એવા ફાંટા પડ્યા અને તે પરસ્પર એવી રીતે વર્તવા અને જોવા લાગ્યા કે તેમાં પણ અભિનિવેશ અને દુરાગ્રહે જ મુખ્ય સ્થાન લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org