SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ૦ અનેકાન્ત ચિંતન શેરબાન્સ્કીએ આપેલા ઉપરના જીવનમાં સમયનો પ્રશ્ન ચર્ચાયો નથી, જ્યારે તે પ્રશ્ન ડૉ. વિદ્યાભૂષણ અને શ્રી રાહુલજીએ ચર્ચો છે. વિદ્યાભૂષણ ધર્મકીર્તિનો અસ્તિત્વ-સમય ઈ. સ. ૬૩૫-૬૫૦ ધારે છે, જ્યારે રાહુલજી (વાદન્યાયની પ્રસ્તાવના) તેમાં થોડો જ ફેરફાર સૂચવી તે સમયને ૬૨૫થી શરૂ કરે છે. આ સમય એટલે જન્મસમય લેખવાનો નથી. એ માત્ર તેના કાર્યકાળનો સૂચક છે. આ વિશે કોઈ એક ચોક્કસ નિર્ણય ઉપર આવવું એ શક્ય નથી, તેમ છતાં પંડિત મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યે અકલંકગ્રંથત્રયની પ્રસ્તાવના(પૃ. ૧૮-૨૩)માં એ સમય વિશે જે ઊહાપોહ કર્યો છે તે વિશેષ સંગત લાગતો હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે. તે પ્રમાણે ધર્મકીર્તિનો સમય ૬૨૦ થી ૬૯૦ આવે છે. ગમે તેમ હો, પણ ધર્મકીર્તિ સાથે સંબંધ ધરાવનાર કેટલાક આગળપાછળના મહત્ત્વના વિદ્વાનોનું પૌર્વાપર્ય નક્કી કરવામાં તો સંદેહને ભાગ્યે જ સ્થાન રહે છે. અમારા વિચાર પ્રમાણે તે પૌર્વાપર્ય નીચે પ્રમાણે છે. વૈયાકરણ ભતૃહિર, ઉદ્યોતકર, ઈશ્વરસેન અને કુમારિલ` એ ચારેય ધર્મકીર્તિના સમકાલીન હોવા છતાં તેના કરતાં ઓછેવત્તે અંશે વૃદ્ધસમકાલીન હોવા જોઈએ, કેમકે ધર્મકીર્તિ ઈશ્વરસેનનો શિષ્ય લેખાય છે અને હેતુબિંદુ આદિમાં તેના મતની, અર્ચટ આદિ ટીકાકારોના કથનાનુસાર, સમાલોચના પણ કરે છે. એ જ રીતે તે ઉદ્યોતકર, ભર્તૃહરિ અને કુમારિલ એ ત્રણેનાં મંતવ્યોની તીવ્ર સમાલોચના પણ કરે છે, જ્યારે તે ત્રણ વિદ્વાનો પૈકી કોઈપણ ધર્મકીર્તિના વિચારની સમાલોચના કરતા હોય તેવું ચોક્કસ પ્રમાણ મળતું નથી. જૈનતાર્કિક સમંતભદ્ર અને પ્રભાકર એ બન્ને ધર્મકીર્તિના સમકાલીન હોવા છતાં લઘુસમકાલીન છે, કેમકે સમંતભદ્ર ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકગત પ્રથમ પરિચ્છેદનું અનુકરણ કરી આપ્તમીમાંસા રચે છે. વ્યોમશિવ, અકલંક, હરિભદ્ર, જયંતષ એ ચારેય ધર્મકીર્તિના ૩ * ૧. અકલંકગ્રંથત્રય પ્રસ્તાવના પૃ. ૧૯. ૨. વ્યોમવતી પૃ. ૩૦૬, ૩૦૭, ૬૮૦ આદિ. તુલના કરો પ્રમાણવાર્તિક ૧૧૩, ૧૪, ૧૫; ૩-૬૭, ૬૮-૬૯. ૩. અકલંકગ્રંથત્રય, પ્રસ્તાવના પૃ. ૨૫ ૪. શાસ્ત્રવાર્તાસમુચ્ચય પૃ. ૪, ૧૫-૩૨; અનેકાંતજયપતાકા રૃ. ૨૩, ૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy