________________
હેતુબિંદુનો પરિચય • ૧૮૯ જ બુદ્ધિપૂર્વક કેટલાક નિયમો નક્કી થયા; તેમ જ કયું જ્ઞાન પ્રમાણ, કયું અપ્રમાણ, એવાં કયાં અને કેટલાં પ્રમાણો માનવાં અને ક્યાં ન માનવા ઇત્યાદિ વિચાર પણ થવા લાગ્યો. આને પરિણામે એક બાજુથી પ્રમાણવિદ્યા સ્થિર થતી ગઈ અને બીજી બાજુથી તેની જ અંગભૂત ન્યાય, તર્ક કે આન્વીક્ષિકી વિદ્યા સ્થિર થતી ચાલી. આ બન્ને વિદ્યાઓનો ઉપયોગ આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેમ જ ભૌતિક કહેવાતા બધા જ વ્યાવહારિક શાસ્ત્રોમાં થતો રહ્યો. એક તો શોધના વિષયો જ ઘણા, બીજું એક એક વિષય પરત્વે જુદી પડતી માન્યતાઓ ઘણી અને એક એક શોધ તેમ જ તેના વિષયનું અમુક અંશે જુદું જુદું નિરૂપણ કરનાર પરંપરાઓ પણ ઘણી. તેથી કરીને સ્વાભાવિકપણે જ પ્રમાણવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પણ અનેકવિધ પરંપરાઓ ઊભી થતી ગઈ. - મનુષ્યનું જન્મસિદ્ધ સહજ વલણ શ્રદ્ધાનુસારી હોઈ વારસામાંથી કે પરિસ્થિતિમાંથી જે મળ્યું હોય તેને ચલાવી કે નભાવી લેવામાં જ તે ચરિતાર્થતા અનુભવે છે. આમ છતાં કેટલાક અપવાદભૂત દાખલાઓ એવા પણ બને છે કે તેમાં અમુક પુરુષો વારસામાં મળેલ સંસ્કારોનું ઊંડું પરીક્ષણ કરે છે અને ઘણી વાર એ પરીક્ષાને પરિણામે માત્ર શ્રદ્ધાજીવી વિચારોની સામે થાય છે ને તેની વિરુદ્ધ નવો જ વિચાર મૂકે છે. નવા વિચારની પૃષ્ઠભૂમિકા મુખ્યપણે બુદ્ધિની શુદ્ધિ અને તર્કબળ તેમ જ ચરિત્રબળ હોય છે.
જ્યારે શરૂઆતમાં શ્રદ્ધા ઉપર બુદ્ધિ અને તર્ક પ્રહાર કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રદ્ધાજવી વિચારો બુદ્ધિ અને તર્કજીવી વિચારોને અવગણે છે; એટલું જ નહિ, પણ નિંદા સુધ્ધાં કરે છે. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં પહેલાં પણ આ ભૂમિકા પસાર થઈ છે. તેથી જ આપણે બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ બધી પરંપરાઓના પ્રાચીન સાહિત્યમાં તકવિદ્યાની નિંદા સાંભળીએ છીએ.' પણ આ ભૂમિકા લાંબો વખત ટકતી નથી. શ્રદ્ધા અને બુદ્ધિ બને છેવટે તો જીવનના અવિભાજ્ય અંગો હોઈ પરસ્પર માંડવાળ કરે છે ને અથડામણી ન થાય તે રીતે પોતપોતાના વિષયની મર્યાદા આંકે છે. આ જ શ્રદ્ધા અને બુદ્ધિના સમન્વયની ભૂમિકા કહેવાય. એને જ શાસ્ત્રોમાં અહેતવાદ-હેતવાદ તરીકે ઓળખાવેલ છે; અને છેવટે બધી પરંપરાઓએ એ બન્ને વાદોને માન્ય રાખી પોતપોતાની મર્યાદામાં તેના વિષયોની સીમા બાંધી છે. આ
૧. History of Indian Logic, p. 36. ૨. દા. ત. જુઓ સન્મતિ ૩ ૪૩-૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org