________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૯૧ સ્થાનાંગની ટીકામાં કથાપદ્ધતિને લગતું નિર્યુતિ, ભાષા આદિનું વર્ણન એક અગર બીજે રૂપે જોઈ શકીએ છીએ.
પરિશિષ્ટ ૩ ચરકમાંથી મળતી કથાવિષયક માહિતી અત્રે એ જણાવી દેવું જોઈએ કે ચરકમાંનું પ્રસ્તુત વર્ણન અત્યંત સ્પષ્ટ, મનોરંજક અને કલ્પનોત્તેજક છે. તેમ જ અક્ષપાદના ન્યાયસૂત્રમાં વર્ણવેલી ચર્ચાપદ્ધતિની પરંપરા કરતાં અત્યંત ભિન્ન નહિ એવી, છતાં પ્રાચીન કાળથી ચાલી આવતી કોઈ બીજી વ્યવસ્થિત ચર્ચાની પરંપરાનું સૂચક છે. પણ તે અતિ લાંબું હોવાથી વિસ્તારભયને લીધે અહીં તેનું બધું મૂળ અક્ષરશઃ આપવાનો લોભ અનિચ્છાએ રોકવો પડે છે. વિશેષાર્થી તો તે મૂળ જ જોઈ લે. અહીં તેનો સારમાત્ર આપ્યો છે. આ સારમાં જયાં જયાં ન્યાયદર્શન સાથે તુલના કરી છે ત્યાં ત્યાં વિશેષાર્થીએ મૂળ ન્યાયદર્શન અગર તો પરિશિષ્ટ ક્રમાંક (૧) જોઈ લેવું.
ચરક એ વૈદ્યકનો ગ્રંથ છે છતાં તેમાં કેટલીયે ન્યાયશાસ્ત્ર અને શાસ્ત્રસામાન્યને લગતી કામની માહિતી છે. આ સ્થળે વાદને લગતી માહિતી પ્રસ્તુત હોવાથી બીજી કેટલીક સામાન્ય છતાં અતિ ઉપયોગી માહિતી ઉપર વાચકોનું માત્ર લક્ષ જ ખેંચવું યોગ્ય ગણાશે.
કોઈ પણ વિષયનો અભ્યાસ કરવો હોય ત્યારે તે વિષયનું ગમે તે પુસ્તક ન લેતાં ખાસ પરીક્ષા કરીને જ તે ર્વિષયનો ગ્રંથ પસંદ કરવો જોઈએ, જેથી અભ્યાસીનાં બહુમૂલ્ય, શ્રમ, સમય અને શક્તિ વધારે સફળ થાય એ સૂચવવા ચરકમાં શાસ્ત્ર પરીક્ષાના ઉપાયો બતાવ્યા છે. યોગ્ય શિક્ષકને અભાવે શ્રેષ્ઠ ગ્રંથની પસંદગી પણ નિષ્ફળ જવાની. તેથી તેમાં આચાર્યની પરીક્ષા કરવાનું પણ બતાવવામાં આવ્યું છે. યોગ્ય શિક્ષક છતાં પણ જો અભ્યાસ દઢપણે કરવામાં ન આવે તો પરિણામ શૂન્યવત્ આવે છે. તેથી તેમાં શાસ્ત્રની દઢતાના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. ચરકમાં આત્રેય શાસ્ત્રાભ્યાસની દઢતાના ત્રણ ઉપાયો વર્ણવે છે : (૧) અધ્યયનવિધિ, (૨) અધ્યાપનવિધિ, અને (૩) તદ્વિદ્યસંભાષાવિધિ. અધ્યાપન વિધિમાં શિષ્યનાં લક્ષણો, અધ્યયન શરૂ કર્યા પહેલાંનું શિષ્યનું કર્તવ્ય અને શિષ્ય પ્રત્યે શિક્ષકે કરવો જોઈતો ઉપદેશ એ ત્રણ બાબતો ખાસ આવે છે. આ બધી મહત્ત્વપૂર્ણ બાબતો માટે જુઓ વિમાનસ્થાનમાંનું રોગભિષશ્વિતીય વિમાન (અધ્યાય ૮.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org