________________
૬૬ અનેકાન્ત ચિંતન વર્ણનશૈલી પૂર્વવર્તી સમયના સાહિત્યની વર્ણનશૈલીથી બિલકુલ બદલાયેલી છે. આ વર્ણનશૈલીમાં વાદપદ્ધતિનું તત્ત્વ મુખ્ય છે. પૂર્વની પ્રશ્નોત્તરપદ્ધતિ નામશેષ છે, તર્કનું સામ્રાજ્ય છે અને શ્રદ્ધા ગૌણપદે છે. ઘણાખરા ગ્રંથોનાં અને તગત વિષયોનાં પ્રકરણોનાં નામ સુધ્ધાં વાદ શબ્દ સાથે જોડવામાં આવ્યાં છે. આ સમયનો કોઈ પણ દાર્શનિક ગ્રંથ લ્યો તો તેમાં મોટો અને રસ ભરેલો ભાગ તો પરમતના ખંડનથી જ રોકાયેલો હશે. આખો “મધ્યવર્તી” સમય સામ્રાજ્યના અને સંપ્રદાયના વિસ્તાર માટેની વિજયવૃત્તિથી જ મુખ્યપણે અંકિત થયેલો ઇતિહાસના પૃષ્ઠ ઉપર નોંધાયેલો છે.
૧૬. છેલ્લો યુગ:- વિજયવૃત્તિની પ્રધાનતાનું તત્ત્વ “મધ્યવર્તી અને ઉત્તરવર્તી” એ બંને સમયના વિદ્વાનોમાં સમાન હોવા છતાં તેનું સાહિત્ય અમુક લક્ષણોથી ખાસ જુદું પડે છે. મધ્યવર્તી સમયનું સાહિત્ય ખંડનમંડન પદ્ધતિથી ઊભરાય છે ખરું પણ તેમાં પ્રતિવાદીનું ખંડન કરતાં ભાષામાં એટલી કટુકતા નથી આવી જેટલી ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં આવી છે. તેમ જ તે મધ્યવર્તી સાહિત્યના લખાણમાં ભાષાનો પ્રસાદ અને અર્થનું ગાંભીર્ય હોય છે, જ્યારે ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં શાબ્દિક ચમત્કાર વધતો ગયો છે. અને પરિણામે ઘણા ગ્રંથોમાં અર્થહીન શાબ્દિક પાંડિત્યને લીધે શુષ્કતા આવી ગઈ છે.
ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં પણ મધ્યવર્તી સમયની પેઠે વાદપદ્ધતિ વિશે સૌથી પહેલાં જૈન સાહિત્ય જ ધ્યાન ખેંચે છે. તેનું કારણ એ છે કે પ્રસ્તુત વિષયને લગતું બૌદ્ધ સાહિત્ય તો આ સમયમાં અહીં રચાયું જણાતું નથી. બ્રાહ્મણસાહિત્ય પુષ્કળ રચાયું છે ખરું, પણ તે મોટે ભાગે અક્ષપાદ ગૌતમનાં કથાપદ્ધતિવિષયક સૂત્રોની વ્યાખ્યા અને વૃત્તિરૂપે હોઈ નવી પરિસ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પાડતું નથી; જયારે જૈન સાહિત્યમાં વાદપદ્ધતિવિષયક કેટલીક ખાસ કૃતિઓ એવી છે કે જેનાથી એ વિષયમાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ ઉપર થોડો પણ નવીન પ્રકાશ પડે છે.
આ સમયમાં મુખ્ય ચાર આચાર્યોએ વાદપદ્ધતિ વિશે લખ્યું છે : (૧) હરિભદ્રસૂરિ', (૨) વાદી દેવસૂરિ, (૩) હેમચંદ્રસૂરિ અને (૪) વાચક યશોવિજય. વાચક યશોવિજયની કૃતિઓ–ાત્રિશિકાઓ–સ્વતંત્ર હોવા
૧. સમયની દષ્ટિએ હરિભદ્રસૂરિને છેલ્લા યુગમાં મૂક્યા છે. પણ પ્રાસાદિક શૈલી અને
અર્થગાંભીર્યની દૃષ્ટિએ તેમને મધ્યયુગના ગણવા જોઈએ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org