________________
૧૯૨ - અનેકાન્ત ચિંતન પોતાના પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, હેતુચક્ર આદિ ગ્રંથોમાં અનેકવિધ સુધારાઓ કરે છે અને બૌદ્ધપરંપરામાં સર્વમાન્ય થાય તેવી ન્યાયવિદ્યાની સ્થાપના કરે છે. જોકે વસુબંધુ અને દિનાગના સમય પછી પણ બૌદ્ધપરંપરાઓમાં એવા અનેક પ્રકારનાં વિચારવહેણો હતાં જેઓ વસુબંધુ અને દિનાગને ન અનુસરતા, પણ પ્રાચીન મૈત્રેયનાથ આદિના ગ્રંથોમાં સંગૃહીત થયેલાં મંતવ્યોને અક્ષરશઃ માનતા કે જે મંતવ્યોને વસુબંધુ અને દિનાગ આદિએ સુધાર્યા અને પરિવર્તિત કર્યાં હતાં. તેમ છતાં એકંદર આગળ જતાં વસુબંધુ અને તેના કરતાંય વિશેષ દિનાગનું સ્થાન બૌદ્ધપરંપરામાં વધારે પ્રતિષ્ઠિત થયું છે, ને તેથી જ તેમના ગ્રંથો અને વિચારોનું અનુકરણ, ભાષાંતર ને તેના ઉપર સંશોધન ઉત્તરોત્તર વધારે અને વધારે થયું છે. આ કાર્ય માત્ર ભારતમાં જ નહિ, પણ ભારતની બહાર મધ્ય એશિયા, ચીન, ટિબેટ આદિ દેશોમાં પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે.
પ્રમાણ તેમ જ ન્યાયવિદ્યાને લગતું સંસ્કૃત બૌદ્ધવાડ્મય ભારતની સીમા બહાર ગયું અને નવાં નવાં સ્વરૂપોમાં વિકસતું તેમ જ ફેલાતું ગયું, તે પહેલાં પણ બૌદ્ધ પિટકોનું પાલિવામય ભારતની સીમા ઓળંગી ગયું હતું. ધર્મસમ્રાટુ અશોકની ધર્મસંતતિ મહેન્દ્ર અને સંઘમિત્રાએ સિલોનમાં પાલિવામયનું વટવૃક્ષ રોપ્યું. ત્યારબાદ તો તેની શાખા-પ્રશાખાઓ બીજા દેશો સુધી પણ પહોંચી. જાણે કે બૌદ્ધપરંપરાની અઢારે નિકાયો લાવાના કામમાં સ્પર્ધા કરતી ન હોય તેમ ભારતના એક ખૂણાથી બીજા ખૂણા સુધીમાં અને મધ્ય એશિયા તથા ચીન આદિ દેશોમાં પણ બૌદ્ધ વાડ્મયે પોતાના સૌરભથી વિદ્યાભ્રમરોને આકર્ષ્યા. ભારત બહાર દક્ષિણ દિશામાં જે બૌદ્ધ વાડ્મયને લગતી પ્રવૃત્તિ શરૂ થઈ તે પાલિ ભાષામાં મુખ્યપણે હતી; અને ગાંધાર, કાશ્મીર જેવા ઉત્તરીય દેશોમાં જે પ્રવૃત્તિ ચાલતી તે મુખ્યપણે સંસ્કૃતાવલમ્બી બની. તળ ભારતમાં તો બન્ને ભાષામાં એ પ્રવૃત્તિ ચાલતી. શરૂઆતમાં આ પ્રવૃત્તિનો વિષય મુખ્યપણે ત્રિપિટક હતો. સર્વાસ્તિવાદીઓ સંસ્કૃતને જ મુખ્યપણે અવલંબી પ્રવૃત્તિ કરતા, જ્યારે મહાસાંઘિકો પ્રાકૃત ભાષાઓને અવલંબી પોતાનું ધ્યેય સાધતા. એમ લાગે છે કે પ્રમાણ અને ન્યાયશાસ્ત્રના પ્રવેશ પહેલાં જ ચીનમાં સંસ્કૃત ત્રિપિટકો પહોંચી ગયાં હતાં,
4. Pre-Dinnaga Buddhist texts—Intro. p. IX. 2. Kimura : Hinayāna and Mahayāna, p. 6, 7.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org