SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિંદુનો પરિચય - ૧૯૧ ઉપાયહૃદય' નામનો ગ્રંથ ચાઇનીઝ પરંપરામાં નાગાર્જુનને નામે ચડેલ છે. તે તેનો ન હોય, તોપણ તેના વિગ્રહવ્યાવર્તિની અને મધ્યમકકારિકા જોતાં એમ ચોક્કસપણે કહી શકાય કે તેણે બૌદ્ધપરંપરામાં કદાચ સૌથી પહેલાં પ્રમાણ અને ન્યાયવિદ્યા વિશે મૌલિક ચિંતન શરૂ કર્યું. મૈત્રેયનાથે યોગચર્યભૂમિશાસ્ત્રમાં અને તેના શિષ્ય અસંગે અભિધર્મસંગીતિમાં તેમ જ અસંગના શિષ્ય સ્થિરમતિએ અભિધર્મસંયુક્તસંગીતિમાં જે પ્રમાણવિદ્યા તેમ જ ન્યાયવિદ્યાનો સંગ્રહ કર્યો છે તે કોઈ મૌલિક નથી. ન્યાયપરંપરાની જુદી જુદી શાખાઓમાં થયેલા વિચારો જેમ એક અથવા બીજી રીતે અર્થશાસ્ત્ર, ચરક આદિમાં સંગૃહીત થયા તેમ જ મૈત્રેય, અસંગ આદિએ પણ સંગ્રહ કર્યો. અલબત્ત, એના સંગ્રહમાં સુધા૨ક દૃષ્ટિબિંદુ અવશ્ય હતું. તેથી જ તેમાં ન્યાયપરંપરાના પાંચ કે દશ અવયવોના સ્થાનમાં ત્રણ અવયવનો સુધારો તેઓ કરે છે, અગર બીજા કોઈનો સુધારો સ્વીકારે છે. અસંગનો લઘુભ્રાતા અને શિષ્ય વસુબંધુ આગળ વધે છે અને તે પોતાના વાદવિધિ આદિ ગ્રંથોમાં ત્રણ અવયવોના પૂર્વ સુધારાને કાયમ રાખી હેતુના ન્યાયપરંપરાસંમત પાંચ રૂપના સ્થાનમાં બૈરૂપ્સનો સુધારો કરે છે. તર્કશાસ્ત્ર વસુબંધુકર્તૃક હોય કે અન્યકર્તૃક, પણ તે દિનાગ પહેલાના કોઈ બૌદ્ધ તાર્કિકની કૃતિ છે એટલું તો નક્કી જ. એ તર્કશાસ્ત્રમાં પાંચ અવયવો વર્ણવેલ છે, પણ ન્યાયપરંપરાસંમત જાતિઓ અને નિગ્રહસ્થાનોમાં સુધારો વધારો કર્યો છે. આવો સુધારો બીજી રીતે ઉપાયહૃદયમાં પણ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ મૈત્રેય અને અસંગની પેઠે સ્વીકાર્યા છતાં વસુબંધુ એની વ્યાખ્યામાં સુધારો કરે છે; એટલું જ નહિ, પણ તે તથાગત બુદ્ધની દૃષ્ટિને બંધબેસતું થાય તે રીતે આગમ પ્રમાણનું સ્થાન ગોઠવે છે અને કહે છે કે આગમ એ પ્રમાણ છે ખરું, પણ તે પ્રત્યક્ષ ને અનુમાનની ઉપર અવલંબિત હોઈ તે બન્ને કરતાં ગૌણ છે. આ સ્થળે વસુબંધુ સ્પષ્ટપણે ન્યાયપરંપરાના દૃષ્ટિબિન્દુથી આગમ પ્રામાણ્યના મહત્ત્વની બાબતમાં જુદો પડે છે, કેમકે ન્યાયપરંપરા આગમને ઈશ્વરપ્રણીત માનતી હોવાથી તે અનુસારે લૌકિક પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ કરતાં અલૌકિક આગમનું સ્થાન ચડિયાતું છે. વસુબંધુનો શિષ્ય દિનાગ તો ૧. Tucci : Pre-Dinnaga Buddhist Texts Introduction, p. XI. ૨. On Some Aspects of the Maitraya [natha] and Asanga, Also JRAS 1929 માંનો Pre-Dignaga Buddhist Logic. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy