________________
૪૨૦ અનેકાન્ત ચિંતન
(બ) બીજા વર્ગમાં બાકીનાં ત્રણ એટલે સાંખ્ય, યોગ અને
અનુગામી છે. ન્યાયદર્શનનો પ્રધાન વિષય પ્રમાણચર્ચાનો છે. તેમાં પ્રમેયચર્ચા છે ખરી, પણ ફક્ત તે સંસાર અને મોક્ષના કાર્યકારણભાવને સમજાવવા પૂરતી છે. (આ માટે જુઓ—
" आत्मशरीरेन्द्रियाथबुद्धिमनः प्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गास्तु प्रमेयम् ।" ગૌતમસૂત્ર, અ. ૧, આ. ↑ સૂ. ૧) સમગ્ર જગતનાં પ્રમેયોની ચર્ચામાં તે ઊતર્યું નથી. તે બાબતમાં તેણે વૈશેષિકના સિદ્ધાંતો સ્વીકારી લીધા છે. વૈશેષિક દર્શન મુખ્યપણે જગતના પ્રમેયોની ચર્ચા કરે છે. તે ચર્ચા પ્રમાણચર્ચાની પ્રધાનતાવાળા ન્યાયદર્શનને સર્વથા માન્ય છે. આ જ કારણને લીધે ન્યાય અને વૈશેષિક દર્શનોમાં ભેદ ક્રમે ક્રમે ઘટતો ગયો છે, અને તેથી જ ન્યાયશાસ્ત્ર એ નામ સાંભળતાં જ તે બન્ને દર્શનો ખ્યાલમાં આવે છે. ઉક્ત બન્ને દર્શનોના મૂળ સૂત્રગ્રંથો ઉપર તદ્દન ભિન્ન ભિન્ન ટીકાગ્રંથો હોવા છતાં પાછળથી કેટલાક નૈયાયિકોએ એવા ન્યાયવિષયક ગ્રંથો રચેલા છે જેમાં વૈશિષક દર્શનની પ્રમેયચર્ચા અને ન્યાયદર્શનની પ્રમાણચર્ચાનો સંગ્રહ કરી બન્ને દર્શનોનું સંધાન કરી દીધેલું છે. આ જાતના ગ્રંથોમાં સૌથી પહેલું સ્થાન તત્ત્વચિંતામણિનું છે. તેના કર્તા ગંગેશ ઉપાધ્યાય નવીનન્યાયશાસ્ત્રના સૂત્રધાર કહેવાય છે. જોકે ગંગેશ ઉપાધ્યાયના પહેલાં પણ ઉદયનાચાર્યે કુસુમાંજલિ વગેરે પોતાના ગ્રંથોમાં વૈશેષિક અને ન્યાય બન્ને દર્શનોની માન્યતાનું સંધાન કરેલું છે, પણ તે સંધાન પરિપૂર્ણ રૂપમાં ગંગેશ ઉપાધ્યાયે જ કરેલું હોવાથી તેનું માન તેઓને ઘટે છે. ગંગેશ ઉપાધ્યાય પછીના નૈયાયિકોમાં ઉક્ત બન્ને દર્શનોનું સંધાન કરી ન્યાયગ્રંથ તર્કસંગ્રહના પ્રણેતા અન્નભટ્ટ અને મુક્તાવલિના રચયિતા વિશ્વનાથ તર્કપંચાનન એ પ્રસિદ્ધ છે.
પૂર્વમીમાંસા એ ઉત્તરમીમાંસાનું પૂર્વાંગ અને નિકટવર્તી દર્શન કહેવાય છે ખરું, પણ તેનું કારણ એ નથી કે તે ઉત્તરમીમાંસાનાં પ્રમેયો સ્વીકારતું હોય. તે પ્રમેયના વિષયમાં વૈશેષિક અને ન્યાયદર્શનને જ મુખ્યપણે અનુસરે છે. (ઉદાહરણાર્થ તેની ‘ઇંદ્રિય’ સંબંધી માન્યતા વાંચો :–
तच्च द्विविधम्, बाह्यमभ्यन्तरं च । बाह्यं पञ्चविधं घ्राणरसनचक्षुस्त्वक् श्रोत्रात्मकम् । आन्तरं त्वेकं मनः । तत्राद्यानि चत्वारि च पृथिव्यप्तेजोवायुप्रकृतीनीत्यक्षपाददर्शनवदभ्युपगम्यन्ते । श्रोत्रं त्वाकाशात्मकं तैरभ्युपगतम् । वयं तु 'दिशः श्रोत्रं' इति दर्शनाद् दिग्भागमेव कर्णशष्कुल्यवच्छिन्नं श्रोत्रमाचक्ष्महे ।" अ. १. पा. १. अधि. ૪, સૂ. ૪, નૈમિનિસૂત્ર-શાસ્ત્રવીપિા.
પૂર્વમીમાંસા કર્મકાંડવિષયક વૈદિક શ્રુતિઓની વ્યવસ્થા અને ઉપપત્તિ કરતું હોવાથી તે જ્ઞાનપ્રધાન ઉત્તરમીમાંસા(વેદાંતદર્શન)નો માર્ગ સરલ કરે છે. તે જ કારણથી તે તેનું પૂર્વાંગ યા નિકટવર્તી દર્શન કહેવાય છે. પ્રમેયની માન્યતામાં તો પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા વચ્ચે આકાશપાતાળનું અંતર છે, એ વાત ભૂલવી ન જોઈએ. પૂર્વમીમાંસા આત્માનું અનેકત્વ સ્વીકારે છે, પરમાણુ વગેરે જડ દ્રવ્યોને સ્વતંત્ર માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org