SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ · અનેકાન્ત ચિંતન વિજયેચ્છુ હોય ત્યાં સભ્ય અને સભાપતિ સિવાય વ્યવસ્થા રહી શકે જ નહિ. જ્યારે સ્વાત્મનિતત્ત્વનિર્ણયેઠુ વાદીનો અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે વાદ ચાલે છે ત્યારે તેમાં બે અથવા ત્રણ અંગ હોય છે. જો વાદી અને પ્રતિવાદી બંને અંદરોઅંદર સમજી શકે તો તે પોતે જ બે અંગ અને જો પ્રયત્ન કર્યા છતાં પણ પ્રતિવાદી વાદીને ન સમજાવી શકે તો સભ્યની આવશ્યકતા પડે એટલે ત્રણ અંગ થયાં. એમાં વાદી-પ્રતિવાદી બંને નિર્ણયેચ્છુ હોવાથી કલહ આદિનો સંભવ ન હોવાને લીધે સભાપતિ રૂપ અંગ આવશ્યક જ નથી. પરંતુ જો સ્વાત્મનિતત્ત્વનિર્ણયેચ્છુ વાદીનો સર્વજ્ઞ-પરત્ર-તત્ત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં સભ્યની આવશ્યકતાનો પ્રસંગ ન પડવાથી વાદી અને પ્રતિવાદી બે જ અંગો હોય છે. અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેચ્છુ વાદિનો વિજયેચ્છુ-પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં ચારે અંગ જોઈએ. પણ જો તે અસર્વજ્ઞપરત્રતત્ત્વનિર્ણયેચ્છ વાદીનો સ્વાત્મનિતત્ત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે અથવા પરત્રતત્ત્વનિર્ણયેચ્છ અસર્વજ્ઞ પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં બે (વાદી-પ્રતિવાદી) અગર ત્રણ જ અંગ જોઈએ (સભાપતિ નહિ). પણ જો એ અસર્વજ્ઞ-પરત્રતત્ત્વનિર્ણયેચ્છ વાદીનો સર્વજ્ઞ પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં બે જ અંગ હોય. સર્વજ્ઞ વાદીનો વિજયેષ્ણુ પ્રતિવાદી સાથે વાદ ચાર અંગવાળો જ હોય. પણ તે સર્વજ્ઞ વાદીનો સ્વાત્મનિતત્ત્વનિર્ણયુચ્છ પ્રતિવાદી સાથે અથવા પરત્રતત્ત્વનિર્ણયેઠુ અસર્વજ્ઞ પ્રતિવાદી સાથે વાદ હોય તો બે જ અંગ આવશ્યક છે. વાદમાં વાદી કે પ્રતિવાદી કોઈ પણ રૂપે વિજયેચ્છુ દાખલ થયો એટલે કલહ આદિ દૂર કરવા, વ્યવસ્થા રાખવા, સભ્ય અને સભાપતિ આવશ્યક હોય જ એ ઉપર કહેવામાં આવ્યું છે. અંગોનું સ્વરૂપ અને કર્તવ્ય :-(૧) વાદકથામાં બે પક્ષકારો હોય છે. તેમાં એક વાદી અને બીજો તેની સામે થનાર તેની અપેક્ષાએ પ્રતિવાદી; તેવી રીતે બીજાની અપેક્ષાએ તેની સામે પડનાર પહેલો પ્રતિવાદી કહેવાય છે. વાદી અને પ્રતિવાદી બંનેનું કામ પ્રમાણપૂર્વક પોતપોતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન એ છે. (૨) વાદી અને પ્રતિવાદી બંનેના સિદ્ધાંતોના રહસ્યનું જ્ઞાન, ધારણાશક્તિ, બહુશ્રુતપણું, ક્ષમા, મધ્યસ્થપણું એ ગુણોને લીધે જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy