SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ૦ અનેકાન્ત ચિંતન આપે છે. આ ઉત્તર મીમાંસાશાસ્ત્રથી વિરુદ્ધ છે. મીમાંસાના સિદ્ધાંતને મહેશ્વર માન્ય નથી. એટલે આવો ઉત્તર પ્રથમ સ્વીકારેલ સિદ્ધાંતથી વિરુદ્ધ જતો હોવાથી અપસિદ્ધાંત નિગ્રહસ્થાન કહેવાય છે. (૨૨) અસિદ્ધ, વિરુદ્ધ આદિ પાંચ હેત્વાભાસો પણ નિગ્રહસ્થાન છે. પરિશિષ્ટ ૨. જૈન આગમોમાં મળી આવતું કથાપદ્ધતિને લગતું વર્ણન જૈન આગમ સાહિત્ય પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. (૧) સુત્ત, (૨) નિજુત્તિ, (૩) ભાષ્ય, (૪) ચૂર્ણ, (૫) ટીકા. આ પાંચ વિભાગ મળી પંચાંગી કહેવાય છે. સૂત્રમાંથી પ્રસ્તુત વર્ણન સ્થાનાંગમાં છે. તે નીચે પ્રમાણે : વિકથા અને ધર્મકથાના વર્ણનપ્રસંગે ધર્મકથાના ચાર પ્રકારો પૈકી વિક્ષેપણી કથાના–એટલે શ્રોતાને કુમાર્ગેથી સુમાર્ગે લાવે તેવી કથાના ચાર પ્રકારો આ પ્રમાણે બતાવ્યા છે – (૧) સ્વસિદ્ધાંતને કહીને એટલે તેના ગુણોનું પ્રતિપાદન કરીને પરસિદ્ધાંત કહે–એટલે તેના દોષોનું દર્શન કરાવે. (૨) પરસિદ્ધાંત કહીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરે. (૩) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ કહેવો, અર્થાત્ પરસિદ્ધાંતમાં રહેલું અવિરુદ્ધ તત્ત્વ બતાવી તેનું વિરુદ્ધ તત્ત્વ પણ દોષદર્શનપૂર્વક બતાવવું. (૪) પરસિદ્ધાંતમાં દોષો બતાવી પછી તેના ગુણો પણ બતાવવા. જ્ઞાન એટલે દષ્ટાંત ચાર પ્રકારનાં છે : (૧) આહરણ. (૨) આહરણતદેશ. (૩) આહરણતદોષ. (૪) ઉપન્યાસોપનય. આ ચારેના ચાર ચાર પ્રકાર બતાવતાં આહરણનો ત્રીજો ભેદ સ્થાપનાકર્મ અને ચોથો પ્રત્યુત્પન્નવિનાશી એ બે ભેદ આવે છે. તે એક પ્રકારના ન્યાયવાક્યનાં અંગભૂત દષ્ટાંતો જ છે. તે નીચે પ્રમાણે – १. विक्खेवगी कहा चउव्विहा पण्णत्ता तंजहा-ससमयं कहेइ, ससमयं कहित्ता परसमयं कहेइ, परसमयं कहेत्ता ससमयं ठावत्तिता भवति, सम्मावातं कहेइ, सम्मावातं कहेत्ता मिच्छावातं कहेइ, मिच्छावातं कहेत्ता सम्मावातं ठावत्तिता भवति । स्था० सू० २८२ પ૯ ૨૧૦ આવૃત્તિ આગમોદય સમિતિ. २. आहरणे चउव्विहे पं० तं० अवाते, उवाते, ठवणाकम्मे, पडुपनविणासी । स्था० सू० ૪૩૮ ૫૯ ૨૫૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy