________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦ ૮૧
પ્રતિવાદી અનનુભાષણ નિગ્રહસ્થાનની પરાજય પામે છે.
(૧૫) વાદીએ કહેલ વસ્તુને સભા સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેને ના જ સમજી શકે તો તે પરાજય પામે છે અને તે અજ્ઞાન નિગ્રહસ્થાન કહેવાય છે.
(૧૬) વાદીનો પક્ષ સમજાયો પણ હોય અને તેનું પુનઃ ઉચ્ચારણ કરવામાં આવ્યું હોય છતાં ઉત્તર ન સ્ફુરે તો પ્રતિવાદી હારે છે ત્યાં અપ્રતિભા નિગ્રહસ્થાન.
(૧૭) સિદ્ધ કરવા ધારેલ વસ્તુનું સાધન અશક્ય જણાવાથી કોઈ પણ બહાનું કાઢી ચર્ચાનો ભંગ કરવામાં આવે, જેમ કે “મારું અમુક ખાસ કામ રહી ગયું છે” અગર “મારું ગળું બેસી ગયું છે” ઇત્યાદિ, તો તે વિક્ષેપ નિગ્રહસ્થાન.
(૧૮) કોઈ કહે જે તું (કોઈ નામીચા) પ્રસિદ્ધ ચોરની જેમ “પુરુષ” હોવાથી ચોર છે (કારણ પેલો ચોર પણ “પુરુષ” છે) ત્યારે તે દૂષણ દૂર કરવાને બદલે સામાને કહેવું કે “તું પણ પુરુષ” હોવાથી તે પ્રસિદ્ધ ચોરની પેઠે ચોર છે. આ કથનમાં સામાને ચોર સાબિત કરવા જતાં સામાએ પોતાની ઉપર મૂકેલો ચોરનો આરોપ સ્વીકારાઈ જાય છે. તેથી તે મતાનુશા નિગ્રહસ્થાન કહેવાય છે.
(૧૯) પોતાની સામે બોલનાર નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયો હોય છતાં વાદી તેની ઉપેક્ષા કરે એટલે કે ‘તું અમુક નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયો છે' તેવું ઉદ્ભાવન ન કરે તો તે પર્યનુયોજ્યોપેક્ષણનિગ્રહસ્થાનને પ્રાપ્ત થઈ પરાજય પામે છે. આ નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન સભા કરે છે. કારણ કે કોઈ પોતાની મેળે તો પોતાની હાર કબૂલી પોતાની ઇજ્જતનો લંગોટ ખુલ્લો કરવા તૈયાર ન જ હોય.
(૨૦) નિગ્રહસ્થાનને નહિ પ્રાપ્ત થયેલ છતાં તેને નિગ્રહસ્થાનથી દૂષિત કરવો તે નિરનુયોયાનુયોગ નામનું નિગ્રહસ્થાન.
(૨૧) જે સિદ્ધાંત સ્વીકારી ચર્ચાની શરૂઆત કરી હોય તે સિદ્ધાંતથી વિરુદ્ધ ચર્ચા કરવી તે અપસિદ્ધાંત નિગ્રહસ્થાન; જેમ કે : પૂર્વમીમાંસાનો સિદ્ધાંત સ્વીકારી કોઈ કહે કે અગ્નિહોત્ર સ્વર્ગપ્રદ છે. જ્યારે બીજો કોઈ પૂછે કે અગ્નિહોત્ર તો ક્રિયાત્મક હોવાથી તે ક્રિયા પૂરી થતાં સત્વર નાશ પામે છે. અને નષ્ટ થયેલ વસ્તુથી સ્વર્ગ કેવી રીતે સંભવે ? ત્યારે તેનો ઉત્તર આપતાં એમ કહેવામાં આવે કે અગ્નિહોત્ર દ્વારા પ્રસન્ન થયેલ મહેશ્વર સ્વર્ગ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org