________________
૧૪૮૦ અનેકાન્ત ચિંતન નમસ્કાર હો.
બારીકીથી જોતાં ખરેખર એમ લાગે છે કે નય અને અનેકાંતવાદને સ્પષ્ટ સમજાવવા અને જૈન તત્ત્વજ્ઞાનની એ વિશેષતાને સર્વગમ્ય કરવા સૌથી પહેલાં બુદ્ધિ અને તર્કસિદ્ધ જો કોઈ પ્રયત્ન થયો હોય તો તે દિવાકરશ્રીનો જ પ્રયત્ન છે. દિગંબરાચાર્ય સમતભદ્રની આપ્તમીમાંસા અને શ્વેતાંબરાચાર્ય હરિભદ્રની અનેકાંતજયપતાકા વગેરે કૃતિઓ એ પાછળના પ્રયત્નો છે. દિવાકરશ્રીનો અને સન્મતિનો પ્રભાવ
વીર અને વિદ્વાન્ પુરુષની પ્રભા કાંઈ પોતાના જ કુલને વ્યાપીને અટકતી નથી; એ તો સહસ્રકિરણ સૂર્યની પેઠે બધી દિશાઓને ઝગઝગાવી મૂકે છે. દિવાકરશ્રી પોતાની પરંપરામાં તો ગવાયા જ છે, પણ એમના તેજોબળથી આકર્ષાયેલા બીજા બીજા વિદ્વાન્ આચાર્યોએ પણ એમનું ગુણગાન કરવું વિચાર્યું નથી. હરિવંશપુરાણના કર્તા મહાકવિ જિનસેનાચાર્ય(પ્રથમ) પોતાના એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ્યાં મોટા મોટા પ્રભાવશાળી આચાર્યોનું અને કવિઓનું સ્મરણ કરે છે ત્યાં તેમણે અત્યંત આદર સાથે દિવાકરશ્રીને પણ સ્તવેલા છે. એ ઉપરાંત આદિપુરાણના પ્રણેતા બીજા જિનસેનસૂરિ, સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર અનંતવીર્ય અને પંડિત લક્ષ્મીભદ્ર વગેરે દિગંબર પંડિતોએ પોતપોતાની કૃતિઓમાં દિવાકરશ્રીના નામને અતિ ઉચ્ચ સ્થાને સ્થાપેલું છે. દિવાકરશ્રીની જેમ એમની કૃતિઓનો પણ કાંઈ ઓછો પ્રભાવ વિસ્તરેલો નથી. તત્ત્વાર્થરાજવાર્તિકના પ્રણેતા ભટ્ટ અકલંકદેવે દિવાકરશ્રીના એક પ્રસિદ્ધ પદ્ય દ્વારા પોતાના વાર્તિકને શોભાવ્યું છે. તત્ત્વાર્થશ્લોકવાર્તિકના કર્તા શ્રી વિદ્યાનંદ સ્વામી અપરનામ પાત્રકેસરીજીએ એ વાર્તિકની વ્યાખ્યામાં પોતાના વચનના દઢીકરણ માટે સન્મતિની ગાથાને ઉદ્ધરીને સન્મતિના પ્રામાણ્યનું બહુમૂલ્ય આંકી બતાવ્યું છે. સિદ્ધિવિનિશ્ચય ટીકામાં પણ આચાર્ય અનંતવીર્ય સન્મતિની ગાથાને વિસારતા નથી. દિવાકરશ્રીની કૃતિનો પ્રભાવ કાંઈ આટલેથી જ અટક્યો નથી, પણ વિશેષ વિચારતાં એમ પણ ભાસે છે કે પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય અકલંક ભટ્ટની લધીયાત્રયી એ જાણે સન્મતિનું પ્રતિબિંબ જ ન હોય ! આમ ચારે કોર દિવાકરશ્રી અને સન્મતિનો પ્રભાવ વિસ્તરેલો જોઈએ છીએ, ત્યારે આ એક નવાઈ જેવું લાગે છે કે એમની સન્મતિ અને ન્યાયાવતાર સિવાયની બીજી કોઈ કૃતિ ઉપર કોઈએ સાધારણ ટિપ્પણી સરખી પણ કરી નથી. સંભવ છે કે સિદ્ધસેનની તર્કસમીક્ષારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org