SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ · અનેકાન્ત ચિંતન તું અસંબંધીઓનો પણ બંધુ છે.' | હેમચંદ્ર શબ્દશઃ એ જ વસ્તુ વીતરાગ વિશે કહે છેઃ તું વગર બોલાવ્યું પણ સહાયક છે, તું નિષ્કારણ વત્સલ છે, તે વગર પ્રાર્થનાએ પણ સાધુ છે અને તું સંબંધ વિના પણ સૌનો બંધુ છે. જાતકોમાં બુદ્ધ અનેક વાર પોતાના શરીરને ભોગે પણ હિંન્નોના મુખમાંથી પ્રાણીઓછોડાવ્યાની જે વાત છે તેનો સંકેત કરી માતૃચેટે સ્તવ્યું છે કે, હે સાધો! તેં પોતાનું માંસ પણ આપ્યું છે તો અન્ય વસ્તુની વાત જ શી ? તે તો પ્રાણોથી પણ પ્રણયીનો સત્કાર કર્યો છે. તેં હિસ્રો દ્વારા આક્રાંત પ્રાણીઓનાં શરીરો પોતાના શરીરથી અને તેમના પ્રાણો પોતાના પ્રાણથી ખરીદી બચાવી લીધાં છે. બુદ્ધના પ્રાણાર્પણની કરાયેલ સ્તુતિનો જ પરિહાસ કરી હેમચંદ્ર ઇષ્ટદેવને સ્તવે છે. તેણે એક સ્થળે મહાવીરને સ્તવતાં કહ્યું છે કે માંસાને વૃથા પતુઃ (યો વ્યવછેfશા સ્તોત્ર ૬); જ્યારે એ જ પરિહાસ તેણે વીતરાગસ્તોત્રમાં બીજી રીતે મૂક્યો છે, જે સ્પષ્ટ બૌદ્ધ જાતકકથા સામે છે; જેમ કે, હે નાથ ! પોતાના દેહના દાનથી પણ બીજાઓએ જે સુકૃત ઉપાર્યું નથી તે સુકૃત તો ઉદાસીન એવા તારા પદાસન નીચે આવી પડતું.” હેમચંદ્ર કરેલ આ પરિહાસ જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકર જેટલો તો જૂનો છે જ. દિવાકરે પણ મહાવીરને-સ્વમાંસદાનથી પરપ્રાણીની રક્ષા કરનારને-દયાપાત્ર કહ્યા છે, જેમ કે, कृपां वहन्तः कृपणेषु जन्तुषु स्वमांसदानेष्वपि मुक्तचेतसः । त्वदीयमप्राप्य कृतार्थ ! कौशलं स्वतः कृपां संजनयन्त्यमेधसः ॥ --કાર્બશિક્ષા ૨-૬ ૧. મધ્ય – વ્યાપારિતસાધુત્ત્વ સ્વીકારવત્સત્ત: | असस्तुतसखश्च त्वं त्वमसम्बन्धबान्धवः ॥१, ११॥ ૨. વીત–સાહૂતપદાથર્વ, મરવલ્લતઃ | अनभ्यर्थितसाधुस्त्वं त्वमसम्बन्धबान्धवः ॥१३, १॥ ૨. ગપ્પ–સ્વકાંસાવિ દુત્તનિ વસ્તુષ્યપુ ! કથા I. प्राणैरपि त्वया साधो ! मानित: प्रणयी जनः ॥१२॥ વૈઃ શરીર રીનિ ને પ્રાણાઃ શરીરિણાનું ! जिघांसुभिरुपात्तानां क्रीतानि शतशस्त्वया ॥१३॥ ૪. વીત–વદેશ ન સુાં . उदासीनस्य तच्चाथ पादपीठे तवालुठत् ॥११, ५॥ Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy