________________
૫૬૦ અનેકાન્ત ચિંતન
વાત ઉડાડી દઈ બીજી જ વાત કરવા માંડતો. અમુક વખતે અમુક ઠેકાણે વાદ માટે હાજર રહીશ એમ કહી તે વખતે હાજર થતો નહિ. ઇતર પંથના પરિવ્રાજકો તેના આ વર્તન ઉપર ટીકા કરવા લાગ્યા.''
ચાણક્યના અર્થશાસ્ત્રમાં આન્વીક્ષિકી વિદ્યાનો ઉલ્લેખ છે તે પૂર્વવર્તી ઘણા લાંબા સમયથી ચાલી આવતી અને બીજી વિદ્યાઓની પેઠે સ્થિરતા પામેલી આન્વીક્ષિકીનો જ સૂચક છે.
આ પુરાવા ચર્ચાપ્રવૃત્તિના સૂચક છે. તે ઉપરાંત જેમાં ચર્ચાને લગતા પદાર્થોનું એક અથવા બીજી રીતે વર્ણન હોય તેવા પણ પુરાવાનો અભાવ નથી. જૈન આગમોમાં પણ પ્રાચીન ગણાતાં અગિયાર અંગો પૈકી સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં કથા, દૃષ્ટાંત, હેતુ, વિવાદ અને દોષોનું જે વર્ણન છે તે નિવૃત્તિપરાયણ જૈન નિગ્ગન્હોની કથાપદ્ધતિવિષયક અદ્ભૂત માહિતીનો અને અક્ષપાદ ગૌતમથી વર્ણિત પદાર્થો કરતાં કથાપદ્ધતિના વિષયમાં બીજી કોઈ ભિન્ન પ્રાચીન પરંપરાનો પુરાવો છે. સ્થાનાંગ નામના મૂળ આગમમાંનું એ વર્ણન વળી જૈન પરંપરા પ્રમાણે પ્રાચીન ગણાતા ભદ્રબાહુકૃત નિજ્જુત્તિ નામના ગ્રંથમાં પણ છે. સ્થાનાંગ અને નિજ્જુત્તિના એ વર્ણનથી એમ જણાય છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં કથાપદ્ધતિવિષયક કોઈ ખાસ ગ્રંથ અથવા પ્રકરણ પહેલાં હોવું જોઈએ. સ્થાનાંગના એ પદાર્થોની વિગત માટે જુઓ પરિશિષ્ટ ૨.
57
બૌદ્ધ સંપ્રદાયના પ્રાચીન ગણાતા ત્રિપિટક સાહિત્યમાં કથાપદ્ધતિવિષયક કોઈ ખાસ ગ્રંથ રચાયો હોય તેનું સ્પષ્ટ પ્રમાણ અદ્યાપિ મારી જાણમાં નથી. છતાં અશોકના સમયમાં રચાયેલ મનાતા કથાવત્થનામક ગ્રંથમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની વર્ણનપદ્ધતિ અને તેનું નામ એ બંને કથાપદ્ધતિનાં જ સૂચક છે. એટલું જ નહિ પણ તેમાં નિગ્રહસ્થાન શબ્દનો ઉલ્લેખ સુધ્ધાં છે અને તેનું વર્ણન મોટે ભાગે છળ, ખાસ કરી શબ્દછળથી ભરેલું છે. એ બધું તે સમયના અને તેના પુરોવર્તી સમયના વિદ્વાનોની માનસિક સૃષ્ટિ, વિચારદિશા અને લોકરુચિનું સૂચન કરે છે.
વૈદિક સાહિત્યમાં સૌથી પ્રાચીન ગણાતા ચરકમાં કથાપદ્ધતિને લગતા પદાર્થોનું સવિસ્તર અને તે સમયમાં વૈજ્ઞાનિક ઉદાહરણોથી ભરપૂર વર્ણન
૧. બૌદ્ધ સંધનો પરિચય પૃ. ૧૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org