________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યÁશતક ૦ ૨૧૫
માતૃચેટનું બીજું સ્તોત્ર અધ્યÁશતક છે. એનું અનુકરણ તો દિનાગે કર્યું જ છે; અને દિફ્નાગની એ અનુકૃતિ ટિબેટન ભાષામાં મળે છે. ઇ-સ્ટિંગ પહેલાં એ રચાયેલ હોઈ તેની જાણ ઇ-ન્સિંગને હતી જ. દિનાગનું સ્થાન ભારતમાં અને ચીનમાં તે કાળે અતિગૌરવપૂર્ણ હતું. દિનાગ સિવાય બીજા બૌદ્ધ વિદ્વાનોએ પણ અધ્યÁશતકનાં અનુકરણો કર્યાં હોય એવો સંભવ છે, કેમ કે અસંગ અને વસુબંધુ જેવા અસાધારણ વિદ્વાનો પણ માતૃચેટના પશંસક હતા. આગળ વધારે શોધને પરિણામે એવાં અનુકરણો મળી આવે તો નવાઈ નિહ. એ ઉપરાંત જૈન સ્તુતિકારો ઉપર પણ અધ્યÁશતકની સાક્ષાત્ કે વંશાનુવંશગત છાયા પડી હોય તેવો વધારે સંભવ લાગે છે. સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર દિનાગના બહુ સમીપવર્તી છે. તેમણે દિનાગના ‘ન્યાયમુખ’નું અનુકરણ કરી ‘ન્યાયાવતાર’ રચ્યો છે એમ માનવાને આધાર છે. તેમણે દિનાગની અન્ય કૃતિઓની સાથે દિનાગનું અધ્યÁશતક અને તેના જ મૂળ આદર્શરૂપ માતૃચેટનું અધ્યÁશતક જોયું હોય એવો વધારે સંભવ છે. જો એ સંભવ સાચો હોય તો એમ માનવું નિરાધાર નથી કે સિદ્ધસેને રચેલ પાંચ સળંગ બત્રીસ-બત્રીસ શ્લોકની બત્રીશીઓ, જેનું કુલ પ્રમાણ અધ્યÁશતકના એકસો ત્રેપન શ્લોક કરતાં માત્ર સાત જ શ્લોક વધારે થાય છે, તેમાં પણ માતૃચેટના પગલે ચાલવાનો પ્રયત્ન છે. સિદ્ધસેન પછી થનાર અને મોટે ભાગે સિદ્ધસેનની સ્તુતિઓનું જ પોતાની ઢબે અનુકરણ કરનાર સ્વામી સમંતભદ્રના ‘સ્વયંભૂસ્તોત્ર’ની સ્મૃતિ પણ આ સ્થળે અસ્થાને નથી, કેમ કે એ સુશ્લિષ્ટ સ્તોત્રમાં પણ અધ્યર્દ્રશતક કરતાં માત્ર દશ જ શ્લોક ઓછા છે, અર્થાત્ તેની શ્લોકસંખ્યા ૧૪૩ છે. હું ઉપર જણાવી ગયો છું કે પચાસથી થોડા ઓછા કે થોડા વધારે શ્લોકો હોય તોપણ તે શતાર્ધ શાસ્ત્રીય રીતે કહેવાય છે. એટલે, કહેવું હોય તો, એમ કહી શકાય કે સિદ્ધસેનના ૧૬૦ અને સમંતભદ્રના ૧૪૩ શ્લોકો એ અધ્યÁશતકના ૧૫૩ શ્લોકોની બહુ નજીક છે. આ સિવાય સિદ્ધસેનની સ્તુતિઓમાં કોઈ કોઈ ખાસ એવા શબ્દો અને ભાવો છે કે જે ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે કદાચ સિદ્ધસેને એ શબ્દો કે ભાવો માતૃચેટ અગર તેના અનુકર્તાઓની સામે જ પ્રકટ કર્યા હોય, જે વિશે આગળ થોડું વિચારીશું.
સિદ્ધસેન અને સમંતભદ્ર કરતાં પણ આચાર્ય હેમચંદ્ર આ સ્થળે વિશેષ સ્મરણીય છે. જોકે આચાર્ય હેમચંદ્ર તો ઇ-ન્સિંગ પછી લગભગ પાંચ શતાબ્દી બાદ થયા છે, છતાં એમનું માત્ર ‘વીતરાગસ્તોત્ર' પણ જ્યારે અધ્યર્દ્રશતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org