________________
૫૦૦ અનેકાન્ત ચિંતન
રહ્યો. આ લેખમાં એ શબ્દ પોતાના પારિભાષિક અર્થમાં જ સમજવાનો છે. તેથી કથા' શબ્દનો ‘કોઈ પણ વિચારણીય વિષયમાં મતભેદ ધરાવનાર બંને પક્ષકારોની નિયમસર ઉક્તિપ્રત્યક્તિ રૂપ ચર્ચા' એવો એક અર્થ રૂઢ થયો છે.
૩. ઉત્પત્તિબીજ :
કથાપદ્ધતિ મતભેદમાંથી જન્મે છે તેથી મતભેદ તેની ઉત્પત્તિનું પ્રાથમિક બીજ છે. પણ અમુક વિષયમાં બે વ્યક્તિઓનો મતભેદ થયો એટલે તે મતભેદમાત્રથી જ કાંઈ બંને જણ તે વિષય ઉપર કથાપદ્ધતિ દ્વારા વિચાર કરવા મંડી જતા નથી. પરંતુ જ્યારે એ મતભેદ પુષ્ટ બની માણસના ચિત્તમાં વ્યક્તરૂપ પામે છે ત્યારે પક્ષભેદનું રૂપ ધારણ કરે છે, અને તે પક્ષભેદ પક્ષકારોને મતભેદના વિષયમાં કથાપદ્ધતિ દ્વારા ચર્ચા કરવા પ્રેરે છે. આ પક્ષભેદ ઘણી વાર શુદ્ધ, કોઈ પણ જાતની સાંપ્રદાયિક અસ્મિતાથી અદૂષિત હોય છેઃ તો ઘણી વાર કોઈ ને કોઈ જાતની અસ્મિતાથી દૂષિત થયેલો પણ હોય છે. શુદ્ધ પક્ષભેદમાંથી ચાલતી કથાપદ્ધતિ અને દૂષિત પક્ષભેદમાંથી ચાલતી કથાપદ્ધતિ વચ્ચે ઘણું જ અંતર હોય છે. તેનું કારણ એ છે કે શુદ્ધ, પક્ષભેદ હોય ત્યારે પક્ષકારોનાં મનમાં તત્ત્વનિર્ણય (સત્યજ્ઞાન) આપવાની કે મેળવવાની ઇચ્છા હોય છે; જ્યારે મલિન પક્ષભેદમાં તેમ નથી હોતું. તેમાં તો એકબીજાને જીતવાની અને જીત દ્વા૨ા ખ્યાતિ પ્રાપ્ત કરવાની અગર બીજા કાંઈ ભૌતિક લાભો મેળવવાની ઇચ્છા હોય છે. તેથી મતભેદ એ કથાપદ્ધતિનું સામાન્ય કારણ અને તત્ત્વનિર્ણયની ઇચ્છા તથા વિજયની ઇચ્છા એ તેનાં વિશેષ કારણો છે એ સમજી લેવું જોઈએ.
૪. ઉત્પાદક પ્રસંગો ઃ— માણસ એકલો મટી સમુદાયમાં મુકાયો એટલે તેનો કોઈની સાથે મતભેદ તો થવાનો જ. જોકે મતભેદની પ્રેરક અને પોષક આંતરિક સામગ્રી (યોગ્યતા, વાસના અને દૃષ્ટિભેદ) તો સર્વદેશ, અને સર્વકાળે મનુષ્યહૃહયમાં સમાન હોય છે, પણ તેના બાહ્ય પ્રસંગો દરેક દેશ, દરેક કાળ અને દરેક જાતિના મનુષ્ય માટે કાંઈ સરખા જ હોતા નથી. સૉક્રેટિસ પહેલાંના પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતીય સાહિત્યિક ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે બંને દેશના તે વખતના વિદ્વાનોની ચર્ચાપદ્ધતિના ઉત્પાદક બાહ્ય પ્રસંગો જુદા જ હતા. ગ્રીક વિદ્વાનો સામાજિક અને રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈ ચર્ચામાં ઊતરતા, અને વક્તૃત્વ કળાની
૧. જુઓ, ન્યાયસૂત્રવૃત્તિ, અ. ૧, આ. ૨ સૂ. ૧. તથા બંગાળી અનુવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org