________________
૭૮ ૦ અનેકાન્ત ચિંતન
અપ્રતિપત્તિ. જો વાદી પોતાના કર્તવ્યને વિપરીત (ઊલટી રીતે) સમજે તોય તે પરાજય પામે છે. અને જો પોતાના કર્તવ્યને બિલકુલ સમજે નહિ તોય પરાજયને પામે છે. આ રીતે વિપરીત સમજ અને અણસમજ એ બે જ પરાજયની પ્રાપ્તિના પ્રસંગો હોવાથી મુખ્ય રીતે નિગ્રહસ્થાન બે (વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ) કહેવામાં આવે છે. પરંતુ વિપરીત પ્રતિપત્તિ અનેક જાતની સંભવે છે અને અપ્રતિપત્તિ પણ અનેક જાતની છે. તેથી તે બંને મુખ્ય નિગ્રહસ્થાનના વિસ્તાર રૂપે ૨૨ નિગ્રહસ્થાનો ગણાવવામાં આવ્યાં છે. જેમાં છ નિગ્રહસ્થાન અપ્રતિપત્તિ પક્ષમાં અને બાકીનાં સોળ વિપ્રતિપત્તિ પક્ષમાં આવે છે. તે બાવીસ આ પ્રમાણે : (૧) પ્રતિજ્ઞાહાનિ (૨) પ્રતિજ્ઞાન્તર (૩) પ્રતિજ્ઞાવિરોધ (૪) પ્રતિજ્ઞાસંન્યાસ (૫) હેન્વંતર (૬) અર્થાત૨ (૭) નિરર્થક (૮) અવિજ્ઞાતાર્થ (૯) અપાર્થક (૧૦) અપ્રાપ્તકાલ (૧૧) ન્યૂન (૧૨) અધિક (૧૩) પુનરુક્ત (૧૪) અનનુભાષણ (૧૫) અજ્ઞાત (૧૬) અપ્રતિભા (૧૭) વિક્ષેપ (૧૮) મતાનુશા (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ (૨૦) નિરનુયોજ્યાનુયોગ (૨૧) અપસિદ્ધાંત (૨૨) હેત્વાભાસો. આમાં નંબર ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ એ છ અપ્રતિપત્તિપક્ષીય છે. આ દરેકનું સોદાહરણ સ્વરૂપ નીચે મુજબ
-
(૧) ઘટને દૃષ્ટાંત અને ઐન્દ્રિયકત્વ(ઇંદ્રિયગ્રાહ્યત્વ)ને હેતુ રાખી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની વાદીએ પ્રતિજ્ઞા કરી હોય તેટલામાં પ્રતિવાદી કહે જે ઐન્દ્રિયકત્વ હેતુ તો સામાન્ય(જાતિ)માં છે જે કે નિત્ય છે. આ રીતે ઐન્દ્રિયકત્વ હેતુ વ્યભિચારી થાય છે. આ દૂષણ સાંભળતાં જ વાદી તો તેનો ઉદ્ધાર કરવાને બદલે (નિકાલ આણવાને બદલે) એમ કહે “ત્યારે ભલે, સામાન્યની પેઠે શબ્દ નિત્ય સિદ્ઘ થાય.” આમ કહેતાં તેણે નિત્યત્વ સ્વીકાર્યા એટલે પ્રથમ કરેલ અનિત્યત્વની પ્રતિજ્ઞા ગઈ. આ રીતે પ્રતિજ્ઞાહાનિ થવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન.
(૨) પૂર્વોક્ત જ પ્રયોગ કરનાર વાદીને પ્રતિવાદી કહે જે ઐન્દ્રિયકત્વ સામાન્યમાં છે છતાં તે નિત્ય છે એટલે હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રતિવાદી દ્વારા અપાયેલ વ્યભિચાર દોષનો ઉદ્ધાર કરવાને બદલે વાદી એમ
૧. આચાર્ય હેમચંદ્ર અને ગુણરત્નસૂરિ મતાનુજ્ઞા સિવાયનાં પાંચને જ અપ્રતિપત્તિમાં ગણે છે. જુઓ પ્રમાળમીમાંસા પત્ર ૩૯ પૃષ્ઠ ૨. તથા પર્શનસમુન્દ્વય ટીકા પત્ર ૩૬-૧. જાતિ અને નિગ્રહસ્થાનનું વર્ણન સરળતા ખાતર ષ. સ. ની ગુણરત્નની ટીકામાંથી લીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org