________________
૧૬૨ ૦ અનેકાન્ત ચિંતન
ત્યારે) આ જન અમર્યાદ ચંચળ છે અને વિષયકષાયોથી ભરેલો છે. એવી સ્થિતિમાં જેમ નવા પકડેલા હાથીને તેને બાંધવા માટેનો સ્તંભ પરિતોષ ન આપી શકે તેમ એવા જનને તારામાં પરિતોષ કેમ થઈ શકે ?”,૪.
અનેકાંતવાદની ગંભીરતા અને વિશાળતાનું ગાન કરતાં કહે છે કે“સમુદ્રમાં બધી નદીઓ ભળી જાય છે તેમ, હે ભગવન્ ! તારામાંતારા અનેકાંતવાદમાં બધી ષ્ટિઓ ભળી જાય છે, પણ જેમ ભિન્ન ભિન્ન વહેતી નદીઓમાં ક્યાંય સમુદ્ર કળાતો નથી તેમ ભિન્ન ભિન્ન પ્રસરેલી તે તે એકાંતષ્ટિઓમાં તું ક્યાંય કળાતો નથી.૧” ૪, ૧૫.
પોતપોતાના વાદને પુરાતન માનનારા વાદીઓ શ્રી સિદ્ધસેનને કહે છે કે, ‘અમુક વિચાર તો નવો છે, તમે પણ આજકાલના છો અને અમે જ પુરાતન છીએ, માટે સાચા છીએ.' આ વાદીઓ પ્રત્યે તેઓના ઉદ્ગારો આ પ્રમાણે છે——
“હે પુરાતનવાદીઓ ! તમે પુરાતન પુરાતન શું કહ્યા કરો છો ? આ માણસ પણ આવતી કાલે જ પુરાતનોનો સમોવડયો થવાનો છે. વળી, કેટલાય પુરાતનો થઈ ગયા, કેટલાય થવાના. એ રીતે પુરાતનોનું તો કાંઈ ઠેકાણું જ ન રહ્યું. એવી સ્થિતિમાં પુરાતનોક્તિને પારખ્યા વિના જ માત્ર તેના એક પુરાતનત્વને લીધે કેમ પ્રમાણ કરી શકાય ? ૬,
૫.
“જે કાંઈ આડુંઅવળું કે ઊંધુંચત્તું કલ્પાયેલું હોય, પણ તે જો પુરાતનોએ કહેલું હોય તો તે જૂનું છે એમ કહી વખાણ્યા કરવું અને આજના મનુષ્યની સુવિનિશ્ચિત શૈલીવાળી એકાદ કૃતિ પણ કોઈને જોવા, વાંચવા કે શીખવા ન દેવી એ સ્મૃતિમોહ નહિ તો બીજું શું ?' ૬, ૮.
“હે પુરાતનો ! તમે પણ આગળ આવીને હિંમત અને યુક્તિપૂર્વક તો કાંઈ કહી શકતા નથી, તેમ બીજાની એટલે નવા, મનુષ્યની વિદ્વત્સમાજે કરેલી પ્રતિષ્ઠાને પણ સાંખી શકતા નથી અને ‘અમે જ પુરાતન છીએ.' ‘આપ્તપુરુષના વારસદાર પણ અમે જ છીએ’—એવું એવું કહીને પરીક્ષકો ત૨ફ અંગુલિનિર્દેશ કરવાનું જ એક કામ તમારે કરવાનું છે, જે તમે બરાબર કર્યા કરો છો અને પાછા હઠો છો.” ૬, ૧૬.
૧. જુઓ અને સરખાવો—
“જિનવ૨માં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે;
,,
સાગરમાં સઘળી ટિની છે, ટિનીમાં સાગર ભજના રે.” ષડ્. IIFII
Jain Education International
—આનંદઘનજીનું નમિનાથનું સ્તવન.
For Private & Personal Use Only
www.jainelibrary.org