________________
૨૪૪ - અનેકાન્ત ચિંતન રીતે વર્તવા અને જોવા લાગ્યા કે તેમાં પણ અભિનિવેશ અને દુરાગ્રહે જ મુખ્ય સ્થાન લીધું.
કોઈ પણ સમાજમાં ઊછરેલો જ્યારે ખરા અર્થમાં આત્મજિજ્ઞાસુ બને છે, ત્યારે તેને પણ શરૂઆતમાં એ વાડા અને ફાંટાનાં સંકુચિત બંધનો અને કુસંસ્કારો ભારે વિઘ્નરૂપ થઈ પડે છે, પણ ખરો અધ્યાત્મજિજ્ઞાસુ એ બધાં વિપ્નોથી પર જાય છે અને પોતાનો માર્ગ પોતાના જ પુરુષાર્થથી નિષ્ફટક બનાવે છે. આવા અધ્યાત્મવીરો વિરલ પાકે છે. શ્રીમદ્ એ વિરલમાંના એક આધુનિક મહાન વિરલ પુરુષ છે. તેમણે જૈન પરંપરાના સંસ્કાર વિશેષ પ્રમાણમાં ઝીલ્યા. તેમણે મૂળ લખાણો ગુજરાતીમાં જ અને તે પણ મોટે ભાગે . જૈન પરિભાષાને અવલંબીને જ લખ્યાં છે. તેથી એમની ઓળખ ગુજરાત બહાર અથવા જૈનેતર ક્ષેત્રમાં બહુ વિશેષ નથી. પણ તેથી એમનું આધ્યાત્મિક પોત અને સૂક્ષ્મ સત્યદૃષ્ટિ સાધારણ છે એમ જો કોઈ ધારે, તો તે મહતી ભ્રાન્તિ જ સિદ્ધ થશે. એક વાર કોઈ સમજદાર એમનાં લખાણો વાંચે તો તેના મન ઉપર એમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને સહજ નિખાલસતાની અચૂક છાપ પડ્યા વિના કદી જ નહિ રહે.
મેં પ્રથમ પણ અનેક વાર “આત્મસિદ્ધિ વાંચેલી અને વિચારેલી, પરંતુ છેલ્લે છેલ્લે આ લખું છું ત્યારે વિશેષ સ્થિરતા અને વિશેષ તટસ્થતાથી એ વાંચી, એના અર્થો વિચાર્યા, એના વક્તવ્યનું યથાશક્તિ મનન અને પૃથક્કરણ કર્યું, ત્યારે મને લાગ્યું કે આ “આત્મસિદ્ધિ એ એક જ ગ્રંથ એવો છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા અને સાધનાનું ઊંડામાં ઊંડું રહસ્ય આવી જાય છે.
જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં પોતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદ્વાનોને આપેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે. પોતપોતાના પક્ષની અને મંતવ્યની સિદ્ધિ અર્થે અનેક સિદ્ધિ-ગ્રંથો સેંકડો વર્ષ થયાં લખાતા રહ્યા છે. “સર્વાર્થસિદ્ધિ માત્ર જૈન આચાર્યું જ નહિ, પણ જૈનેતર આચાર્યોએ પણ પોતપોતાના સંપ્રદાય પરત્વે લખી છે. “બ્રહ્મસિદ્ધિ, “અદ્વૈતસિદ્ધિ આદિ વેદાંત-વિષયક ગ્રંથો સુવિદિત છે. “નૈષ્કર્મસિદ્ધિ, “ઈશ્વરસિદ્ધિ એ પણ જાણીતા છે. સર્વજ્ઞસિદ્ધિ જૈન, બૌદ્ધ વગેરે અનેક પરંપરાઓમાં લખાયેલી છે. અકલંકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org