SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ અનેકાન્ત ચિંતન સુધી વિરક્ત થઈ એકાંતમાં બેસી રહેવાથી સંપ્રદાયનું અસ્તિત્વ જોખમમાં આવે અને તેનાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વો નામશેષ થાય એ કારણથી તેઓએ પોતાના જીવનના અનુભવમાં ઉતારેલ ઘણા વાદકથાના દાવપેચોની શિક્ષા આપવી પણ તેટલે જ અંશે યોગ્ય ધારી. તેમ જ જૈન નિગ્નન્દો, જેઓ ખાસ ત્યાગ અને વિરક્તિને લીધે ન્યાયવિદ્યા અને વાદકથાની વિશેષ ગડમથલમાં નહોતા પડતા તેઓને પણ પરકીય અને સ્વકીય ન્યાયવિદ્યાનું જ્ઞાન મેળવવું આવશ્યક છે એમ તેઓએ જોયું: વિજયવૃત્તિપ્રધાન મધ્યવર્તી સમયના પ્રારંભમાં જ વિદ્વાનોના હૃદયમાં કેવી જાતનાં બીજ રોપાયાં હતાં એ બધું આથી સૂચવાય છે. આ બીજોને ઉત્તરોત્તર વિકસતાં આપણે જોઈએ છીએ અને તેને પરિણામે સાંપ્રદાયિક દર્શન સાહિત્યનું મધુર અને કટુક મહાન વૃક્ષ ભારતવર્ષમાં ફાલેલું અને ફળેલું જોઈએ છીએ, જેનાં ઈષ્ટ-અનિષ્ટ પરિણામો કેવળ ધર્મક્ષેત્રમાં જ નહિ પણ સામાજિક અને રાજકીય પ્રદેશમાં પણ આવેલાં ઇતિહાસે નોંધ્યાં છે. કેમ જાણે દિવાકરની વાદોપનિષદના અભ્યાસથી જ વિજયકથામાં કુશળ થયા હોય તેમ હવે પછીના જૈનાચાર્યોને રાજસભામાં વિજય મેળવતા આપણે જોઈએ છીએ. દિગંબરાચાર્ય સમતભદ્ર વાદ દ્વારા સભાઓ જીતવા ક્યાં ક્યાં ફર્યા તેની નોંધ નીચેના શ્લોકમાં છે – काञ्च्यां नग्नाटकोऽहं मलमलिनतनुर्लाम्वुसे पाण्डुपिण्डः पुण्डेण्ड्रे शाक्यभिक्षुर्दशपुरनगरे मिष्टभोजी परिवाट । वाराणस्यामभूवं शशधरधवलः पाण्डुराङ्गस्तपस्वी राजन् यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥ આચાર્ય પાદલિપ્તના બ્રાહ્મણ વિદ્વાનો સાથેના પાટલીપુત્રમાં થયેલા વાદો, આચાર્ય મલ્લવાદીના ભરૂચ અને પાલીતાણામાં બૌદ્ધ વિદ્વાનો સાથે થયેલા વાદો, અકલંક અને પ્રભાચંદ્રનાં ખંડનમંડનો, તેમ જ વિદ્યાનંદીનું પાત્રકેસરીપણું એ બધું મધ્યવર્તી સમયના સાહિત્યે નોંધ્યું છે. ૧. જુઓ, પ્રભાવકચરિત્ર. ૨. ભટ્ટારક અકલંકદેવે વાદકથાના વિષયમાં ખાસ ગ્રંથ રચ્યો હોવો જોઈએ કારણ કે વાદી ને પ્રતિવાદી એ બંને કયે ક્રમે એકબીજાને દૂષણ આપે અને જીતવા પ્રયત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy