________________
હેતુબિંદુનો પરિચય • ૧૭૭ ઉપરથી ૧૯૪૩માં પંડિત માલવણિયાએ પ્રેસયોગ્ય કેટલીક વાચના તૈયાર કરી અને બાકીની વાચના ૧૯૪૩ના છેલ્લા ત્રણ માસમાં તેમણે પં. મહેન્દ્રકુમાર અભય”ની મદદથી પૂરી કરી.
ઉપર્યુક્ત પ્રતિઓ ઉપરથી કરવામાં આવેલ આખા સંપાદનકાર્ય દરમિયાન તુબિંદુટીકા અને તેની ટીકા “આલોક બન્નેમાં ચર્ચાયેલા વિષયો અને આવેલાં અવતરણોને લગતા અનેક લભ્ય ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. તેને આધારે અનેક સ્થળે પાઠશુદ્ધિમાં મદદ મળી છે અને ટીકા તેમજ અનુટીકામાં આવેલ અનેક અવતરણોનાં મૂળ મળી આવ્યાં છે, જે તે તે સ્થાને નોંધવામાં આવ્યાં છે.
હેતુબિંદુટીકાના મુદ્રાણમાં S અને T પ્રતિઓના પત્રકો [ ] આવા કોષ્ટકમાં આપ્યા છે, અને આલોકના મુદ્રણમાં P પ્રતિના પત્રકો પણ તેવા જ કોષ્ટકમાં આવ્યા છે. “a' પત્રની પહેલી બાજુ સૂચવે છે જ્યારે "b' તેની બીજી બાજુ સૂચવે છે.
મુદ્રણમાં હતુબિંદુટીકાના જે ચાર મુખ્ય ભાગ પાડેલા છે તે અમે પાડેલા છે; અલબત્ત, બીજા અને ત્રીજા ભાગનું વિષયાનુરૂપે નામકરણ 7 પ્રતિમાં છે. પહેલા અને ચોથા ભાગનું નામકરણ Tમાં નથી, પણ અમે એ ચારે ભાગોનું વિષયાનુરૂપ નામકરણ કર્યું છે. એ પણ ફેર નોંધવો જોઈએ કે અમારું વિષયાનુરૂપ નામકરણ તે તે વિષયની ચર્ચાના પ્રારંભમાં છાપ્યું છે, જ્યારે T પ્રતિના બીજા અને ત્રીજા એ બન્ને નામકરણો તે તે વિષયની ચર્ચાને અંતે આવે છે.
આ ચાર મુખ્ય વિષયવિભાગ ઉપરાંત બીજાં પણ અનેક શીર્ષકો તે તે સ્થાને ચર્ચાતા અગત્યના વિષયોને લક્ષમાં લઈ તેની સૂચના અર્થે અમે જ કયાં છે.
આ સંસ્કરણમાં સાત પરિશિષ્ટો જોડેલાં છે. તેમાંથી પહેલા પરિશિષ્ટમાં હેતુબિંદુ મૂળગત દાર્શનિક અને વિશેષ નામો આપેલાં છે. બીજા પરિશિષ્ટમાં ટીકાગત વિશેષ નામો છે. ત્રીજામાં ટીકાગત અવતરણો અને ચોથામાં દાર્શનિક શબ્દો છે. પાંચમા પરિશિષ્ટમાં “આલોક' અનુટીકાગત વિશેષ નામો છે અને છઠ્ઠામાં આલોકગત અવતરણો છે. સાતમા પરિશિષ્ટમાં ટિબેટન ભાષાંતરને આધારે તેમ જ ટીકા અને અનુટીકામાં આવેલ પ્રતીકોને આધારે નિષ્પન્ન થઈ શક્યો તેવો મૂળ હેતુબિંદુ પાઠ આપવામાં આવ્યો છે. અંતે શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org