________________
પર · અનેકાન્ત ચિંતન વ્યક્તિ કોઈ વસ્તુનું સામાન્ય જ્ઞાન અગર વિશેષજ્ઞાન મેળવવા ઈચ્છે, તે જ બીજા તજ્જ્ઞને પ્રશ્નો કરે છે. આ જાતના પ્રશ્નોનો ઉગમ જિજ્ઞાસામાંથી થાય છે. વળી બીજી કોઈ વ્યક્તિ પોતે કોઈ વસ્તુનું જ્ઞાન મેળવવા ખાતર નહિ, પણ સામાને ચૂપ કરી પરાજિત કરવાની ઇચ્છાથી પ્રશ્નો કરે છે. આવા પ્રશ્નોનો ઉદ્ગમ જયેચ્છામાંથી થાય છે. તેવી જ રીતે ચર્ચાની બાબતમાં પણ છે. કોઈ ચર્ચાકારો જ્ઞાન (શુદ્ધ જ્ઞાન) મેળવવાના ઇરાદાથી ચર્ચા કરવા પ્રેરાય છે, જ્યારે બીજા કેટલાક અંદર અંદર એક બીજાને હાર આપવાના ઉદ્દેશથી ચર્ચા કરવા પ્રેરાય છે. આ રીતે પ્રશ્નોત્તર તથા ચર્ચાપદ્ધતિના ઉદ્ગમમાં જ્ઞાનેચ્છા અને જયેચ્છાનું તત્ત્વ સમાન હોવા છતાં એમનાં મૂળમાં એક સૂક્ષ્મ પણ જાણવા જેવો તફાવત છે. અને તે એ કે જ્ઞાનેચ્છામૂલક કોઈ પણ જાતનો પ્રશ્ન કરનાર માણસ પોતાના જ્ઞાન વિશે જેટલો વિચાર અસ્થિર અને અચોક્કસ સંભવી શકે, તેટલો વધારે સ્થિર અને વધારે ચોક્કસ ચર્ચા કરનાર હોય છે. સારાંશ કે પ્રશ્નોત્તર પદ્ધતિમાં (જયેચ્છામૂલકપદ્ધતિ બાદ કરીએ તો) શ્રદ્ધા મુખ્ય હોય છે, અર્થાત્ તે ઉપદેશપ્રધાન બને છે, જયારે ચર્ચાપદ્ધતિમાં પ્રજ્ઞા અને તર્ક મુખ્ય હોઈ તે હેતપ્રધાન બને છે. આ ઉપરાંત બીજો ધ્યાન દેવા લાયક તફાવત એ છે કે પ્રશ્નોત્તરપદ્ધતિના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા અને કથાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ બંને જ્ઞાનેચ્છારૂપે સમાન હોવા છતાં પણ કાંઈક જુદા જુદા પ્રકારની હોય છે. કારણ કે જે પ્રશ્નો વસ્તુના અજ્ઞાનથી જન્મ પામે છે તે તેનું સામાન્ય જ્ઞાન મળતાં જ શમી જાય છે, પણ ચર્ચામાં તેમ નથી હોતું. ચર્ચામાં તો બંને પક્ષકારોને પોતપોતાના પક્ષનું અમુક અંશે નિશ્ચિત જ્ઞાન હોવા છતાં વિશેષ પ્રકારના તત્ત્વનિર્ણયની જ ઈચ્છા ચર્ચાની પ્રેરક હોય છે; એટલે ચર્ચાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ સામાન્ય જ્ઞાનેચ્છા ન હોતાં તત્ત્વનિર્ણયેચ્છારૂપ હોય છે. આટલો તફાવત જાણી લીધા પછી આગળનું વિવેચન સમજવું વધારે સરલ થશે.
૧. અહીંયાં પ્રશ્ન થશે કે એક બાજુ પ્લેટોના જેવા સંવાદોનો અને બીજી બાજુ હાલની ડીબેટ
પદ્ધતિનો શેમાં સમાવેશ થઈ શકે. પ્લેટોના સંવાદો એ પ્રશ્નોત્તરપદ્ધતિ અને કથા પદ્ધતિનું વચલું સ્વરૂપ છે, જ્યારે ડીબેટ પદ્ધતિનો તો કથાપદ્ધતિમાં જ સમાવેશ કરવો જોઈએ. જોકે એમાં કોઈ પચાવવી અથવા ત્રિઅવયવી ન્યાયવાક્યનો સ્પષ્ટ રીતે ઉપયોગ નથી કરતું, છતાં પણ તેમાં તે ગર્ભિત રીતે તો હોય છે જ; અને કોઈ વાદીની ઇચ્છા થાય તો તે સ્પષ્ટ પણ કરવું પડે. સાધારણ રીતે હેતુકથનથી જ ચલાવી લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org