________________
૧૯૪૦ અનેકાન્ત ચિંતન નથી સમાતો, પણ ધર્મકીર્તિએ જે જે વિષયો ચર્ચા છે તે બધામાં પોતાના સમય સુધીની બૌદ્ધ કે બૌદ્ધતર વિચારપરંપરાઓ અને પરિભાષાઓનો વારસો પૂર્ણપણે સમાવેલો છે. વારસામાં મળેલ વિચારો તેમજ પરિભાષાઓને ધર્મકીર્તિ પોતાની પરીક્ષક કસોટીએ કસે છે અને જ્યાં યોગ્ય લાગે ત્યાં તે પ્રાચીન વિચારો અને પરિભાષાઓનું નિર્દયપણે ખંડન પણ કરે છે. તે એટલે સુધી કે તેના કહેવાતા ગુરુ ઈશ્વરસેન સુધ્ધાંને તે છોડતો નથી. પોતાના પૂર્વવર્તી બૌદ્ધ આચાર્યોએ જે બૌદ્ધતર પરંપરાઓના મંતવ્યનું નિરસન કર્યું છે તે ઉપરાંત પણ આગળ વધી ધર્મકીર્તિ બીજાં અનેક બૌદ્ધતર દર્શનોનાં મંતવ્યોનું નિરસન કરે છે. તેથી જ ધર્મકીર્તિના ગ્રંથોમાં ભર્તુહરિ, ઉદ્યોતકર, કુમારિલ જેવા અનેક વૈદિક દાર્શનિકોનાં મંતવ્યોની સમાલોચના મળે છે.
મૂળ હેતુબિંદુ મંગળ સિવાય જ પ્રારંભિક એક ઉત્થાનવાક્ય સાથેની એક કારિકાથી શરૂ થાય છે, જે કારિકા પ્રમાણુવાર્તિકના મનોરથનંદિનીના ક્રમ પ્રમાણે ત્રીજા પરિચ્છેદની પ્રથમ કારિકા અને કર્ણગોમીના ક્રમ પ્રમાણે સ્વપજ્ઞવૃત્તિવાળા પ્રથમ પરિચ્છેદની ત્રીજી કારિકા છે. એ કારિકામાં મુખ્યપણે હેતુનું લક્ષણ અને હેતુના પ્રકારોનું કથન છે. હેત્વાભાસનું સ્વરૂપ અને તેના પ્રકારો હેતુનાં લક્ષણ અને પ્રકારો ઉપરથી જ સૂચિત કરાયેલાં છે. કારિકામાં જે વસ્તુ બીજરૂપે સંક્ષેપમાં કહી છે તેનું જ આખા ગ્રંથમાં ગદ્યરૂપે ધર્મકીર્તિએ વિવરણ કર્યું છે. આપણી સામે અત્યારે એ ગદ્ય જેમનું તેમ અવિકલ ઉપલબ્ધ નથી. માત્ર અર્ચટની વ્યાખ્યામાં તેના પ્રતીકો લેવામાં આવ્યાં છે કે જે પ્રતીકો રચનાના ક્રમથી ઘણી વાર વિપરીત ક્રમે પણ લેવાયેલાં છે, અને તે પ્રતીકો પણ મૂળનો અંશમાત્ર સૂચવે છે. એટલે એ પ્રતીકો ઉપરથી ધર્મકીર્તિરચિત અખંડ સંસ્કૃત ગદ્યમય વિવરણનો ખ્યાલ પૂર્ણપણે આવી નથી શકતો. અલબત્ત, તિબેટન અનુવાદ ઉપરથી એનો ખ્યાલ કાંઈક આવી શકે. શ્રી રાહુલજીએ ટિબેટન અનુવાદ ઉપરથી પ્રતિસંસ્કૃત કરી આપ્યું છે, પણ એ પ્રતિસંસ્કૃત અને અર્ઘટે લીધેલાં પ્રતીકો એ બન્નેને મેળવતાં પણ અમને એમ લાગે છે કે ધર્મકીર્તિ રચિત ગદ્યમય સંસ્કૃત વિવરણ જેમનું તેમ તૈયાર થતું નથી. એટલે પ્રસ્તુત સંસ્કરણમાં ધર્મકીર્તિના અવિકલ સંસ્કૃત ગદ્યવિવરણ પૂરતી ત્રુટિ રહી જ જાય છે એમ કબૂલ કરવું જોઈએ.
ધર્મકીર્તિએ હેતુબિંદુના ગદ્યવિવરણમાં દિનાગ સિવાય બીજા કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org