________________
શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૦ ૨૭૧ • ત્યારે કોઈને ચરણે પડી ખાસ વિદ્યાપરિશીલન નહિ કરેલ કુમાર રાજચંદ્ર “મોક્ષમાળા'માં (૮૬-૮૨) એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ એવો છે કે કોઈ સમર્થ વિદ્વાન મહાવીરની યોગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની અસાધારણતા વિશે શંકા લઈ શ્રીમને પ્રશ્ન કર્યો છે કે મહાવીરની ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી ત્રિપદી તેમ જ અસ્તિ, નાસ્તિ, આદિ નયો કાંઈ સંગત નથી. એક જ વસ્તુમાં ઉત્પત્તિ છે અને નથી, નાશ છે અને નથી,. યુવત્વ છે અને નથી–એ બધું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે ? અને જો પરસ્પર વિરુદ્ધ એવા ઉત્પાદ, નાશ અને ધૃવત્વ તેમ જ નાસ્તિત્વ અને અસ્તિત્વ ધર્મો એક વસ્તુમાં ન ઘટે તો અઢાર દોષો ઉત્પન્ન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર દોષો તેમની સામે મૂક્યા છે, તે જ એ વિદ્વાનની સમર્થતાના સૂચક છે. આ કે આવી જાતના અઢાર દોષોનું વર્ણન આટલાં બધાં શાસ્ત્રો ફેંઘાં પછી પણ, મને યાદ છે ત્યાં સુધી, હું પોતે પણ એ શ્રીમદ્ભા વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચું છું. આ દોષો સાંભળ્યા પછી તેનું નિવારણ કરવા અને તેમના પોતાના શબ્દો ટાંકીને કહું તો “મધ્ય વયના ક્ષત્રિયકુમાર'ની ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદ્ પોતાની તદ્દન અલ્પજ્ઞતા પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મક્કમ હૃદયે માત્ર તર્કબળથી બીડું ઝડપ્યું છે અને એમને એવી ખૂબીથી, એવી તર્કપટુતાથી જવાબ વાળ્યો છે, અને બધા જ વિરોધજન્ય દોષોનો પરિહાર કર્યો છે કે વાંચતાં ગુણાનુરાગી હૃદય તેમની સહજ તર્કપટુતા પ્રત્યે આદરવાન બને છે. કોઈ પણ તર્કરસિકે એ આખો સંવાદ એમના જ શબ્દોમાં વાંચવો ઘટે છે.
આગળ ચાલતાં જગત્કર્તાની ચર્ચા વખતે તેઓએ જે વિનોદક છટાથી તે ઉંમરે જગતુકકપણાનું ખંડન કરી તર્કબળે સ્વપક્ષ મૂક્યો છે (“મોક્ષમાળા'૯૭), તે ભલે કોઈ તે વિષયના ગ્રંથના વાચનનું પરિણામ હોય, છતાં એ ખંડનમંડનમાં એમની સીધી તર્કપટુતા તરવરે છે.
કોઈને પત્ર લખતાં તેમણે જૈન પરંપરાના કેવળજ્ઞાન શબ્દ સંબંધી રૂઢ અર્થ વિશે જે વિરોધ દર્શક શંકાઓ શાસ્ત્રપાઠ સાથે ટાંકી છે (પ૯૮), તે સાચા તર્કપટુને સ્પર્શે એવી છે. જે વિશેની શંકામાત્રથી જૈન સમાજરૂપ ઇન્દ્રનું આસન કંપી, પરિણામે શંકાકાર સામે વજનિર્દોષના ટંકારો થાય છે, તે વિશે શ્રીમદ્ જેવો આગમનો અનન્યભક્ત નિર્ભયપણે શંકાઓ જિજ્ઞાસુને લખી મોકલે છે, તે તેમનું ૨૯મા વર્ષનું નિર્ભય અને પક્વ તર્કબળ સૂચવે છે. ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મને આભારી છે એમ મહીપતરામ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International