________________
૧૩૪ - અનેકાન્ત ચિંતન
આનો અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ ગાથામાં તો ભગવાન શ્રીમહાવીરનું મિથ્યાત્વી નિર્ગમન થયું, તેઓશ્રી જે પ્રકારે કેવળજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞામાત્ર છે. આમાં તો એટલું જ કથન છે કે ભગવાનથી સામાયિક-આચાર શી રીતે ઉદ્ભવ્યો, પરંતુ આ ગાળામાં સામાયિકસૂત્ર કે અન્ય આવશ્યક સૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યો અને શ્રી ગણધરોએ ઝીલ્યો, તેની તો કોણ ના પાડે છે ? પ્રશ્ન સૂત્રરચનાનો છે. તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણ પણ ગ્રાહ્ય થઈ શકતું નથી.
(૪) ચોથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતની વ્યાખ્યાઓ વિશેનું તે જ ટિપ્પણમાં ટાંકવામાં આવ્યું છે. તેની ગાથા આ છે :
गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । धुव-चलविसेसओ वा अंगा-णगेसु नाणत्तं ।।
-विशेषावश्यकसूत्र, गाथा ५५० આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક શ્રતને લાગુ પડતી હોવાથી તે જ આવશ્યકસૂત્રના કર્તાનો નિર્ણય કરવામાં વધારે, બલ્બ ખાસ, ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિશેની પ્રસ્તુત ભાષ્યગાથા અને તેના ઉપરની મલધારીકૃત ટીકા એ બન્નેનો આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જરા વિસ્તારથી ઊહાપોહ કરી લેવો જરૂરનો છે.
વિશેષાવશ્યકભાષ્યના પ્રણેતા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તત્ત્વાર્થભાષ્યના પ્રણેતા વાચક શ્રી ઉમાસ્વાતિના પછી થયેલા છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેનો મૂળભૂત ગ્રંથ (આવશ્યકનિર્યુક્તિ) હતો. તે વખતની આવશ્યકનિર્યુક્તિની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર તો તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિર્યુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે :
अक्खरसण्णीसम्मं साइयं खलु सपज्जवसियं च । गमियं अंगपविटुं सत्त वि एए सपडिवक्खा ॥
-विशेषावश्यकसूत्र, गाथा ४५४ ઉપર્યુક્ત મૂળ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનો નિર્દેશ છે. તે ગાથાની તે વખતની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org