Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૮
છે, પણ ઉપાદાનની શુદ્ધિ-જાગૃતિ અર્થે, ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા અથે પણુ જિનભક્તિ આદિ પદ્મ ઉપકારી નિમિત્ત કારણના અવલંબનની અનિવાર્ય આવશ્યકતા છે, એ આ મહાનુભાવેા ભૂલી જાય છે. પ્રભુસેવા એ આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા પુષ્ટ લખનરૂપ પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારે તા પેાકારી પોકારીને કહ્યુ છે કે-સમતા અમૃતની ખાણુ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલખને જ ‘નિયમા’ સિદ્ધિ હૈાય છે. ભક્તશિરામણું મટ્ઠાત્મા દૈવચ’દ્રજી આદિએ ભાવથી ગાયુ છે કે—
“ ઉપાદાન આતમા સહી રે, પુષ્ટાલખન દેવ....જિનવર પૂજો ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિનવર પૂજો ! નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી;
પ્રભુ અવલ ́ખન સિદ્ધિ, નિયમા એહુ વખાણી.'—શ્રી દેવચ’દ્રજી.
66
કારણુ જોગે હા કારજ નીપજે, એમાં કેઈ ને વાદ; પણ કારણુ વિષ્ણુ કહે કારજ સાધીએ, એ
નિજ મત ઉન્માદ, ’’- શ્રી આનદ્દઘનજી.
આવા પ્રખલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધુ. ( Drtctly ) સ્વરૂપશ્રેણીએ ચઢવુ અતિ અતિ દુષ્કર છે. પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહુજાત્મસ્વરૂપી અહં ત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણ કે શ્રીમદ્ રાજચદ્રજીએ કહ્યુ' છે તેમ ‘ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવુ તે પરમા દૃષ્ટિવાન પુરુષાને ગૌણતાથી સ્વરૂપનુ' જ ચિતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવુ' સર્વાં જીવાનુ આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવેએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. જો મથા મૂળ દૃષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનુ’ પૂજન છે. ’ શ્રી દેવચ’દ્રસ્વામીએ કહ્યુ છે કે · જિનવર પૂજા રે તે નિજ પૂજના રે.’ કોઇ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તે સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતન કરીએ. પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે, કારણુ કે લખન વિનાનું તેવું અધ્યાત્મસ્વરૂપ ચિ'તન તે। અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીએ માટે છે; પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દશા વિના અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, ઉપાદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિ'તનની વાતે કરવામાં અનેક દોષરૂપ ભયસ્થાને રહેલા છે. જેમકે-કવચિત્ તેથી જીવને વ્યામેાહ ઉપજે છે. પેાતાની તેવી શ્યાત્મદશા થઈ નહિં છતાં પેાતાની તેવી દશાની ‘કલ્પનારૂપ’ ભ્રાંતિ ઉપજે છે, 'અહં બ્રહ્માસ્મિ'ને બદલે ભ્રમાસ્મિ થઇ જાય છે! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે, મધ-માક્ષ તેા કલ્પના છે એમ વાણીમાં પેાતે તા મહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાનીપણું ઉપજે છે, અને તેથી
ખેલે છે, પણ સ્વચ્છ ંદાચાર